ગુજરાત

gujarat

ETV Bharat / state

Corona Case In Gujarat: કોરોના મામલે બિન્દાસ ફરતા, નવસારીના ધારાસભ્ય કોરોના પોઝિટિવ

દેશમાં કોરોના (Corona Case In Gujarat) વિસ્ફોટક બની રહ્યો છે, ત્યારે કોરોનાએ નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈને (MLA Piyush Desai Covid Positive) પણ પોતાની ઝપટમાં લઇ લીધા છે. આ સમાચાર બુધવારની સાંજે સોશિયલ મીડિયા (Social media Marketing) પર આપ્યાં હતા.

Corona Case In Gujarat: નવસારીમાં કોરોનાનો આતંક, ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટીવ
Corona Case In Gujarat: નવસારીમાં કોરોનાનો આતંક, ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટીવ

By

Published : Jan 6, 2022, 1:51 PM IST

નવસારી:જિલ્લામાં દિવસેને દિવસેને કોરોના (Corona Case In Gujarat) વિસ્ફોટક બની રહ્યો છે. જેમાં સરકારી અને રાજકીય મેળાવડાઓમાં વ્યસ્ત રહેતા નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ પણ કોરોના સંક્રમણનો ભોગ ( MLA Piyush Desai Covid Positive) બન્યા છે. બુધવારની સાંજે તેણે સોશિયલ મીડિયા (Social media Marketing) પર કોરોના પોઝિટીવ હોવાની માહિતી આપી હતી. આ ઉપરાંત સંપર્કમાં આવેલા તમામ લોકોને પણ કાળજી લેવા અપીલ કરી છે.

જાન્યુઆરીના પ્રથમ પાંચ દિવસોમાં જ કોરોનાએ જિલ્લામાં આંતક મચાવ્યો

નવસારી જિલ્લામાં નવેમ્બરની સરખામણીએ ડિસેમ્બરમાં કોરોના ત્રણ ગણો વધ્યો છે. જેમાં જાન્યુઆરીના પ્રથમ પાંચ દિવસોમાં જ કોરોનાએ જિલ્લામાં આંતક મચાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં વધતા કોરોના કેસો વચ્ચે પણ સરકારી અને રાજકીય મેળાવડાઓ થતા રહ્યા હતા. કોરાનાથી બચવા માટે બીજી લહેરમાં (Second Wave of corona) બે માસ્ક અને ફેસ શિલ્ડ પહેરીને લોકોએ બહાર નીકળવાની ફરજ પડી હતી.

ધારાસભ્ય પિયુષ દેસાઈ ઝપટમાં આવ્યાં

આ કેદમાંથી નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ પણ બિન્દાસ થયા હતા. આ સાથે તેઓ એક જ માસ્ક સાથે જોવા મળતા હતા તેમજ ઘણીવાર માસ્ક વગર પણ કાર્યક્રમમાં દેખાયા હતા. પિયુષ દેસાઈને બે દિવસથી કોરોના લક્ષણો દેખાતા હતા. જેને પગલે કોરોના ટેસ્ટ કરાવતા પોઝિટીવ આવ્યા હતા. હાલ ધારાસભ્યએ પોતાને સેલ્ફ કોરોન્ટાઇન કર્યા છે.

સોશિયલ મીડિયાના માધ્યમથી આપ્યાં સમાચાર

આ સાથે ધારાસભ્ય પિયુષ દેસાઈએ સોશિયલ મીડિયા સાઇટ્સ પર પોતે કોરોના પોઝિટીવ આવ્યા હોવાની માહિતી આપી હતી તેમજ તેમના સંપર્કમાં આવેલા અન્યને પણ કાળજી રાખવા માટે કહ્યું છે. આ ઉપરાંત કોરોના ટેસ્ટ કરાવા પણ કહ્યું હતું.

આ પણ વાંચો:

Corona In Diu: ઓનલાઇન શિક્ષણવાળા દિવસો ફરી શરૂ! દીવમાં 8માં ધોરણ સુધીનું તમામ શિક્ષણકાર્ય બંધ કરવાના આદેશ

Corona In Gujarat: રાજ્યમાં કોરોના બ્લાસ્ટ, 24 કલાકમાં નવા 3,350 પોઝિટિવ કેસ નોંધાયા

ABOUT THE AUTHOR

...view details