ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારીમાં એક્ટિવ કોરોનાના દર્દીઓની સંખ્યા 500ની અંદર પહોંચી - Gujarat News

નવસારી જિલ્લામાં કોરોનાથી સાજા થનારા દર્દીઓનો ગ્રાફ દિવસે દિવસે વધી રહ્યો છે. જેમાં આજે શનિવારે 107 દર્દીઓ કોરોનાથી સાજા થતાં જિલ્લામાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા 500ની અંદર પહોંચી છે, ત્યારે આરોગ્ય વિભાગ અનુસાર આજે કોરોનાથી વધુ 3 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.

Corona News
Corona News

By

Published : May 29, 2021, 11:04 PM IST

  • જિલ્લામાં આજે શનિવારે વધુ 107 દર્દીઓ કોરોનાથી સાજા થયા
  • નવા 56 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા
  • કોરોના આજે વધુ ત્રણ લોકોને ભરખી ગયો
  • નવસારીમાં અત્યાર સુધીમાં 6095 કોરોના દર્દીઓ સાજા થયા

નવસારી : જિલ્લામાં ગત દિવસોમાં સતત વધી રહેલા કોરોનાને કારણે લોકોની ચિંતા વધી હતી, પરંતુ મે મહિનાના મધ્ય બાદ કોરોના સતત હારી રહ્યો છે. નવસારીમાં આજે શનિવારે વધુ 107 દર્દીઓ કોરોનાથી સાજા થતા, જિલ્લામાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 478 રહી છે. જેની સામે આજે નવા 56 લોકો કોરોના પોઝિટિવ થતાં સારવાર હેઠળ ખસેડાયા છે. જ્યારે આરોગ્ય વિભાગ અનુસાર આજે ચીખલીના 60 વર્ષીય વૃદ્ધ અને નવસારીના બે આધેડ મળી ત્રણ દર્દીઓએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.

નવસારી

આ પણ વાંચો : Gujarat Corona Update: છેલ્લા 24 કલાકમાં 7,109 કોરોના દર્દીઓ થયા સ્વસ્થ

નવસારીમાં અત્યાર સુધીમાં 6749 લોકો કોરોના પોઝિટિવ થયા

નવસારી જિલ્લામાં કોરોના આવ્યાને એક વર્ષથી વધુ સમય થયો છે. જેમાં અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 6749 લોકો કોરોનાની ચપેટમાં આવતા સારવાર હેઠળ ખસેડાયા હતા. જેમાંથી 6095 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. જ્યારે સમગ્ર એક વર્ષ દરમિયાન કોરોનાથી કુલ 176 દર્દીઓએ જીવન ખોયુ છે.

ABOUT THE AUTHOR

...view details