- સોમવારના રોજ 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
- જિલ્લામાં શૈક્ષણિક સંથાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ થઈ રહ્યા છે કોરોના સંક્રમિત
- જિલ્લામાં 15 દિવસોમાં 43 લોકો થયા કોરોના સંક્રમિત
નવસારી : જિલ્લામાં કોરોના આવ્યો એ પૂર્વે ભારત સરકારે કોરોના મહામારીને ધ્યાને લઇને લોકડાઉન જાહેર કરી દીધુ હતું. ત્યારબાદ નવસારીમાં 21 એપ્રીલના રોજ કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. જેમાં વધારો થતા થતા જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંક આજે 1600ને પાર પહોંચી ગયો છે. 11 મહિના બાદ નવસારીમાં કોરોનાના એક્ટિવ કેસ લગભગ શૂન્યની નજીક પહોંચ્યા હતા, પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણી સહિત લગ્ન સમારોહ અને કાર્યક્રમો શરૂ થતા જ ફરી કોરોનાએ માથુ ઉંચકયું છે અને હવે કોરોના ગતિ પકડી રહ્યો છે. જ્યાં નવસારીમાં દિવસમાં 0, 1 કે 2 કેસ જ આવતા હતા, ત્યાં કેસોની સંખ્યા 4, 5 અને હવે 6 સુધી પહોંચી છે. નવસારીમાં સોમવારે વાંસદાની બે વિદ્યાર્થિનીઓ સહિત કુલ 6 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા છે. હાલ નવસારી જિલ્લામાં કુલ 26 એક્ટિવ કેસ છે. કોરોના દર્દીઓની વધતી સંખ્યા નવસારી માટે ચિંતાનો વિષય બની છે.
આ પણ વાંચો -નવસારીની કોન્વેન્ટ સ્કૂલના બે શિક્ષકો કોરોના પોઝિટિવ