- APMC બંધ કરાવવા 4 કોંગ્રેસીઓ પહોંચ્યા
- વિરોધનો સુર છેડે એ પહેલાં જ થયા ડિટેઇન
- નવસારી APMC રાબેતા મુજબ ચાલુ
નવસારીમાં APMC બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસીઓ ડિટેઇન થયા, વિરોધનો થયો ફિયાસ્કો
નવસારી : ભારત સરકાર દ્વારા લાગુ થયેલા નવા કૃષિ કાયદાઓના વિરોધમાં દિલ્હીમાં ખેડૂતોના આંદોલનને વેગ આપવા ખેડૂત યુનિયનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેને કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળોએ સમર્થન જાહેર કર્યુ છે, ત્યારે નવસારીના કોંગ્રેસીઓએ મંગળવારે વહેલી સવારે 6 વાગ્યે નવસારી APMC બંધ કરાવવાની તૈયારી કરી હતી.
નવસારીમાં APMC બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસીઓ ડિટેન થયા, વિરોધનો થયો ફિયાસ્કો પરંતુ કોંગ્રેસીઓમાં ચાલતા આંતર કલહને કારણે સવારે વિરોધ કરવા શહેર પ્રમુખ નીરવ નાયક, દિપક બારોટ સહિત ફક્ત 4 કોંગ્રેસીઓ પહોંચ્યા હતા.
નવસારીમાં APMC બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસીઓ ડિટેન થયા, વિરોધનો થયો ફિયાસ્કો નવસારી APMCમાં ખેડૂતો શાકભાજી વેચવા પહોંચ્યા
કોંગ્રેસીઓ વિરોધનો સુર છેડે અને APMC બંધ કરાવવાનો પ્રયાસ કરે એ પૂર્વે જ ગ્રામ્ય પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી. જેને કારણે કોંગ્રેસીઓના ભારત બંધના કાર્યક્રમનો સવાર સવારમાં જ ફિયાસ્કો થયો હતો. કોંગ્રેસીઓ ભારત બંધમાં ખેડૂતો માટેની જ સંસ્થા APMC બંધ કરાવી ખેડૂતોનું સમર્થન મેળવવા પહોંચ્યા હતા. પણ તેમના વિરોધ પૂર્વે તેમને પોલીસે ડિટેન કરી લીધા હતા.
નવસારીમાં APMC બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસીઓ ડિટેન થયા, વિરોધનો થયો ફિયાસ્કો બીજી તરફ નવસારી APMC માં નવસારીના શાકભાજી પકવતા ખેડૂતો શાકભાજી વેચવા પહોંચ્યા હતા, જેથી નવસારી APMC નું કામકાજ રાબેતા મુજબ ચાલુ રહ્યું હતું.
નવસારીમાં APMC બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસીઓ ડિટેન થયા, વિરોધનો થયો ફિયાસ્કો નવસારીમાં APMC બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસીઓ ડિટેન થયા, વિરોધનો થયો ફિયાસ્કો આ પણ વાંચો: મોરબી જીલ્લામાં બળજબરીથી બંધ કરાવનાર સામે પગલા લેવાશે : એસપી