ગુજરાત

gujarat

ETV Bharat / state

વીજ બીલ અને વેરા માફીની માંગ સાથે નવસારી પાલિકા બહાર કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

કોરોના મહામારીને લીધે આર્થિક ભીંસમાં મૂકાયેલા મધ્યમ વર્ગની સમસ્યા હળવી કરવા કોંગ્રેસ બીલ અને વેરા માફીની માંગ કરી રહી છે. આ અંગે વિરોધ કરતાં કોંગી કાર્યકરોને પોલીસે રસ્તા પરથી હટાવ્યા હતા.

congress protest, Etv Bharat
congress protest, Etv Bharat

By

Published : Jun 1, 2020, 6:32 PM IST

નવસારી: કોરોના મહામારીને લીધે આર્થિક ભીંસમાં મૂકાયેલા મધ્યમ વર્ગની સમસ્યા હળવી કરવા કોંગ્રેસ બીલ અને વેરા માફીની માંગ કરી રહી છે. જેને લઈ આજે સોમવારે નવસારી નગર પાલિકાના કોંગી નગર સેવકોએ પ્લેકાર્ડ સાથે સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. વિરોધને કારણે ટ્રાફિક જામ થતા પોલીસે કોંગીઓને રસ્તેથી હટાવ્યાં હતાં.

વીજ બીલ અને વેરા માફીની માંગ સાથે નવસારી પાલિકા બહાર કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
કોરોના મહામારી વચ્ચે આજથી લોકડાઉન 5ની શરૂઆત થઈ છે. પરંતુ અગાઉના લોકડાઉન 1, 2 અને 3 દરમિયાન ઉદ્યોગ, ધંધા અને વેપાર બંધ રહેવાને કારણે ગરીબો અને શ્રમિકો સહિત મધ્યમ વર્ગીય પરિવારો પણ આર્થિક મુશ્કેલીમાં મૂકાયા છે. જેથી મધ્યમ વર્ગીય પરિવારોને સરકાર વીજ બીલ, મિલકત સહિતના વેરા, સ્કૂલ ફીમાં માફી આપે અને 10 હજાર રૂપિયાની આર્થિક સહાય કરે એવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.

જેને લઈ કોંગ્રેસી નગર સેવકોએ નવસારી નગર પાલિકા બહાર રસ્તા પર સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. પ્લેકાર્ડ સાથે કોંગી નગર સેવકોએ સુત્રોચ્ચાર સાથે જ બીલ અને વેરા માફીની માંગ ઉચ્ચારી હતી. કોંગ્રેસીઓના વિરોધને કારણે ટ્રાફિક જામની સ્થિતિ થતા ટાઉન પોલીસે કોંગ્રેસીઓને રસ્તેથી હટાવ્યાં હતા, પણ પોલીસે તેમને ડિટેઇન કર્યા નહોતા.

ABOUT THE AUTHOR

...view details