- નવસારી પાલિકાના સીઓ પર કોંગ્રેસનો આક્ષેપ
- બિલ્ડર પાસેથી આકારણી કરતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
- ઘટનાને લઈને ચાલી રહ્યા છે અનેક તર્ક-વિતર્ક
નવસારી: સમગ્ર ઘટના અંગે આશ્ચર્યની વાત એ છે કે, પાલિકા કચેરીએ નળ કનેક્શન ચેકિંગની કોઈ અરજી મળી નહતી. તેવું ખુદ વોટર વર્કસના કર્મચારીએ જણાવતા અનેક તર્ક-વિતર્ક શરુ થયા છે.
નવસારી પાલિકાના સીઓ બિલ્ડર મહેશ હિરપરાની ઓફિસમાંથી બહાર નીકળ્યા ત્યારે કોંગ્રેસીઓએ તેમને ઘેરીને નવસારીમાં નવા બાંધકામની આકરણી કરવામાં તત્કાલીન સીઓએ ગેરરીતિ આચરી હોવાની ફરિયાદ બાદ તત્કાલીન કલેક્ટરે તપાસના આદેશ આપ્યા હતા અને આકરણી કરવા પર સ્ટે મુકાતા આકરણીનું કામ અટકી પડ્યું હતું. જેની સામે નગરપાલિકાએ અપીલ કરી હતી. જેનો ચુકાદો પાલિકાની તરફેણમાં આવતા આકરણીનું કામ ફરી શરૂ કરાયું હતું.