શાળામાં વાલીઓ અને શિક્ષકો વચ્ચે બબાલ નવસારી: છાપરા ગામ ખાતે આવેલી પ્રાથમિકશાળા માં ભૂતકાળમાં વિવાદના કારણે બે શિક્ષિકાઓની બદલી થયા બાદ ફરી શાળામાં જ ઓર્ડર થતા વાલીઓએ શાળાના મુખ્ય દરવાજા પર તાળાબંધી કરી હોબાળો મચાવ્યો હતો. આ બે શિક્ષિકાઓને અહીં બાળકોના અભ્યાસ માટે ન રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
વાલીઓએ શાળાના મુખ્ય દરવાજા પર તાળાબંધી કરી હોબાળો મચાવ્યો શું બન્યો બનાવ?: નવસારી જિલ્લાની છાપરાની પ્રાથમિક શાળામાં ભૂતકાળમાં આચાર્ય વિરુદ્ધ બે શિક્ષિકાઓ દ્વારા છેડતીની ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ આ મામલે મે મહિનામાં બંને શિક્ષિકાઓની વાંસદા તાલુકામાં બદલી કરી દેવામાં આવી હતી. પરંતુ ફરી બંને શિક્ષિકાઓના છાપરા ગામની શાળામાં જ ઓર્ડર કરવામાં આવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો અને વાલીઓ એ આજે શાળા પર પહોંચી તાળાબંધી કરી દીધી હતી. વાલીઓ અને તંત્ર વચ્ચે થયેલી બેઠક બાદ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહીની ખાતરી આપવામાં આવ્યા બાદ વાલીઓએ તાળા ખોલ્યા હતા.
યોગ્ય નિર્ણય કરવાની ખાતરી આપી:હાલમાં આચાર્ય અને પોલીસ વિભાગના મધ્યસ્થીથી તાળા ખોલી બાળકોનું શિક્ષણકાર્ય તો શરૂ થઈ ગયું છે. પરંતુ વાલીઓએ યોગ્ય કાર્યવાહીની માગ કરી છે. આ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ પણ મહિલા શિક્ષિકા અંગે યોગ્ય નિર્ણય કરવાની ખાતરી આપી છે.
'આચાર્ય વિરુદ્ધ બદલક્ષીનો દાવો કર્યો હતો તેને લઈને ડીપીઓ ડીડીઓ પોલીસ અને મહિલા આયોગ દ્વારા પણ આ આરોપોની તપાસ કરવામાં આવી હતી. જેમાં એ બે મહિલા શિક્ષિકાઓને જ દોષી ઠેરવવામાં આવી હતી અને મને ક્લીન ચીટ આપવામાં આવી હતી. જેથી ઉપલા અધિકારીઓ દ્વારા તેઓની બદલી વાંસદા ખાતે કરવામાં આવી પરંતુ ફરી પાછી આ જ શાળામાં તેઓની બદલી થતાં વાલીઓ રોસે ભરાયા હતા અને આ બે શિક્ષિકાઓ વિરુદ્ધ તેઓએ વિરોધ નોંધાવ્યો હતો અને સ્કૂલના ગેટને તાળાબંધી કરી હતી પરંતુ વાલીઓને સમજાવીને સ્કૂલના તાળા ખોલવામાં આવ્યા છે અને ફરી બાળકોનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે.' -હાલના આચાર્ય
શાળા હાલ ફરી કાર્યરત:સમગ્ર મુદ્દે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જોડે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે જે શાળામાં તાળાબંધી કરવામાં આવી હતી તે શાળા હાલ ફરી કાર્યરત કરવામાં આવી છે. હાલ આચાર્ય અને શિક્ષકો વચ્ચે જે કંઈ વિવાદ છે તેને લઈને તપાસ ચાલુ છે જે બે શિક્ષિકાઓની પરત બદલી આજ શાળામાં થઈ છે તે જે આંતરિક બદલીની પ્રક્રિયા ચાલી રહી છે. જેથી શિક્ષિકાઓની રજૂઆતને પગલે ફરી તેઓની આજ શાળામાં બદલી કરવામાં આવી છે.
- Teacher Transfer Camp : કચ્છ જિલ્લામાં 1652 શિક્ષકોની છે ઘટ, તો કેટલાક શિક્ષકોની આંતરિક બદલી થઈ
- Bhavnagar News : ભાવનગરમાં યોજાઇ એલિમેન્ટ્રી ડ્રોઇંગ પરીક્ષા, પ્રોત્સાહન મળે પણ આગળ જતાં રોજગારની મૂંઝવણનું શું?