ગુજરાત

gujarat

ETV Bharat / state

CNG gas pump owner Strike: વાહનોની પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગી - CNG powered vehicles saw long queues

સીએનજી ગેસ આવતીકાલથી અચોક્કસ મુદતની સંચાલકોની થવાની સંભાવના સીએનજીથી ચાલતા વાહનોની પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગી છે.

CNG gas: વાહનોની પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગી
CNG gas: વાહનોની પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગી

By

Published : Feb 16, 2023, 1:46 PM IST

વાહનોની પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગી

નવસારી:સીએનજી પંપ સંચાલકોની આવતીકાલથી અચોક્કસ મુદતની હડતાલ થવાની સંભાવનાને પગલે નવસારીના કાલિયાવાડી પાસે આવેલા સીએનજી પમ્પ પર સીએનજીથી ચાલતા વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.

નિર્ણય થવાની સંભાવના:વર્ષ 2017 થી CNG ગેસ પંપના સંચાલકો ગેસના ભાવ વધારા થયા પણ તેમના કમિશનમાં વધારો ન થતા સરકાર અને ગેસ કંપની પાસે કમિશન વધારાની મુખ્ય માંગ કરી રહ્યા છે. પરંતુ વર્ષો વિતવા છતા cng ગેસ કંપની દ્વારા કમિશનમાં વધારો ન થતા ગત દિવસોમાં 24 કલાકની પ્રતીકાત્મક હડતાળ પાડી CNG ગેસ પંપના સંચાલકોએ સરકાર અને કંપનીને હડતાળની શું અસર થશેનો અણસાર આપ્યો હતો. દરમિયાન ગુજરાત ગેસ કંપની અને સીએનજી પમ્પ સંચાલકો વચ્ચેની વાતાઘાટો પડી ભાંગતા આવતીકાલથી અચોક્કસ મુદતની હડતાલ થવાની સંભાવના સેવાય રહી છે.

આ પણ વાંચો Navsari Crime: આડાસંબંધોનું અણધાર્યું પરિણામ, રીલેશનશીપ છુપાવવા બાળકને પતાવી દીધું

થંભી જવાની સંભાવના:જેને કારણે આજે સાંજથી જ નવસારીના સીએનજી પંપ ઉપર મોટી સંખ્યામાં સીએનજી રીક્ષા તેમજ સીએનજી ઉપર ચાલતા વાહનોની લાંબી કતારો લાગી રહી છે. ખાસ કરીને હડતાળ પડે તો સીએનજી ઉપર ચાલતી રીક્ષાઓના પૈડા આવતીકાલથી થંભી જવાની સંભાવના જોવાઈ રહી છે. જ્યારે અન્ય રિક્ષા ચાલકો સહિત અન્ય વાહનોના ચાલકોએ પણ આર્થિક મુશ્કેલીનો સામનો કરવા પડશે.

આ પણ વાંચો Navsari News : કુદરતી કાંસ પુરાતા ગ્રામજનોનો વિરોધ, કાયદો હાથમાં લઈને માટી પુરાણની કામગીરી અટકાવવાની તૈયારી

વાહન ચાલકોને પેટ્રોલ: CNG બંધ થાય તો વાહન ચાલકોને પેટ્રોલ ઉપર ગાળું ગબડાવવું પડશે, પણ મોંઘા પેટ્રોલને કારણે તેમના આર્થિક બજેટ ખોરવાશે. ત્યારે આજે સાંજે સીએનજી પમ્પ સંચાલકો અને ગુજરાત ગેસ કંપની સાથે થયેલી બેઠક પડી ભાંગી હતી. પરંતુ હજી પણ સીએનજી પમ્પ સંચાલકોના એસોસિએશન અને ગુજરાત ગેસ કંપની વચ્ચે બેઠક તેમજ વાતો ચાલી રહી છે અને મોડી રાત્રે સીએનજી પમ્પ સંચાલકો હડતાળ પાડશે કે પછી પંપ ચાલુ રહેશે એ મુદ્દે નિર્ણય થશે. પરંતુ આ વચ્ચે સામાન્ય જનતાએ જ પીડાવું પડશે અને cng પંપ ઉપર રાતે 12 વાગ્યા સુધી આવી જ લાંબી લાઈનો રહેશે.

સામાન્ય માણસની કમર:રિક્ષાચાલકો જોડે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે અમને હડતાલ મુદ્દે કોઈ આગળથી જાણ કરવામાં આવતી નથી તેથી અમારે ઘણું વેચવાનો વારો આવે છે તો બીજી તરફ તેઓનું કહેવું હતું કે આ હડતાલ થી સામાન્ય માણસની કમર તુટી જાય છે કારણ કે અમારો પરિવાર અમે રિક્ષા ચલાવીને જે ભાડા મળે છે તેના પર નિર્ભર રહેતો હોય છે અને જો સીએનજી પમ્પ ની હડતાલ થાય તો એની સૌથી વધુ અસર અમારા પર પડે છે કારણ કે અમારી રીક્ષાઓમાં પેટ્રોલ પોસાતું નથી. પેટ્રોલ પર રીક્ષા ચલાવીએ તો જે ભાડાના દર ચાલતા હોય છે તેના કરતાં અમારે પેસેન્જર પાસે વધારે લેવા પડે છે. વઘારેલા ભાડાના દર પેસેન્જર આપતું નથી. અને અમુક રિક્ષા ચાલકોએ તો પોતાની પેટ્રોલ ટાંકી જ કાઢી નાખી.

ABOUT THE AUTHOR

...view details