નવસારી : નવસારી તાલુકાના ગણેશ સિસોદ્રા ગામે થોડા દિવસો અગાઉ એક અજાણ્યા ભિક્ષુકને વાહને ટક્કર મારતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. નવસારી ગ્રામ્ય પોલીસેને ઘટનાની જાણ થતાં ભિક્ષુકના મૃતદેહનો કબજો લઇ તેનું પોસ્ટ મોર્ટમ કરાવ્યા બાદ અજાણ્યો હોવાથી તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યો હતો, આ દરમિયાન વાલી વારસોની શોધખોળ કરવામાં આવી હતી, જેમાં મૃતદેહ ગણેશ સિસોદ્રા ગામના ગૌચર ફળિયામાં રહેતા 43 વર્ષીય નગીન હળપતિનો હોવાનું ધ્યાને આવ્યું હતુ, જેથી ગત રોજ સાંજે પોલીસે નગીન હળપતિના પરિવારને જાણ કરી સિવિલ હોસ્પિટલ મૃતદેહ લેવા બોલાવ્યા હતા.
સિવિલ સત્તાધીશોના કારણે માનવતા શર્મસાર થઈ
નગીનના પરિવારજનોએ સિવિલ હોસ્પિટલ પહોંચી, મૃતદેહની ઓળખ કરી, તેને ઘરે લઈ જવા સિવિલ હોસ્પિટલ પાસે શબવાહિની માંગણી કરી, પરંતુ સિવિલ હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરે શબવાહીની આપવાનો નન્નો ભરતાં (not provide hearse) ગરીબ પરિવારે મૃતદેહને લઈ જવા ટેમ્પોની વ્યવસ્થા કરવી પડી હતી જેથી સિવિલ સત્તાધીશોના કારણે ફરીવાર માનવતા શર્મસાર થઈ અને મોતનો મલાજો પણ જળવાયો ન હતો અને ગરીબ પરિવાર પોતાના સ્વજનના મૃતદેહને ટેમ્પોમાં લઈ જવા મજબૂર બન્યો હતો.
નવસારી સિવિલ હોસ્પિટલની શબવાહીની જર્જર બની