ભૂવાઓથી ત્રસ્ત સ્થાનિકોએ નવસારી-વિજલપોર રસ્તા પર કર્યુ ચક્કાજામ - નવસારીના રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય
નવસારીઃ ચાલુ વર્ષે ચોમાસામાં પડેલા ભારે વરસાદ બાદ નવસારી શહેર અને જિલ્લાના રસ્તાઓ પર ખાડાઓએ સામ્રાજ્ય ઊભુ કર્યુ છે. ચોમાસાના વિરામ બાદ પણ ખાડાઓ યથાવત રહેતા શહેરના લાલચાલના રહીશોએ નવસારી-વિજલપોરને જોડતા માર્ગ પર ચક્કાજામ કર્યું હતું.
![ભૂવાઓથી ત્રસ્ત સ્થાનિકોએ નવસારી-વિજલપોર રસ્તા પર કર્યુ ચક્કાજામ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4808042-thumbnail-3x2-nvs.jpg)
નવસારી નજીક આવેલ વિજલપોર-નવસારીની જોડતો રસ્તો 4 મહિના પહેલા ગટરના કામથી બંધ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ રોડ કામ પૂર્ણ કરીને ચોમાસા દરમિયાન રોડ ચાલુ કરવામાં આવતા મસમોટા ભૂવાઓ પડ્યા હતા. જે ચોમાસુ પૂર્ણ થાયા બાદ પણ ભૂવાઓ પર ડામર પાથરવામાં પાલિકા દ્વારા વિલંબ કરવામાં આવી રહ્યો છે.જેથી ધૂળની ડમરીઓથી પરેશાન સ્થાનિકોને માર્ગ પર બેસી વાહન વ્યવવાર અટકાવ્યો હતો અને નવસારી અને વિજલપોર પાલિકાની હાઈ હાઈ બોલાવી હતી. સ્થાનિકોએ ચક્કાજામ કરતા પાલિકાનો સ્ટાફ દોડતો થયો હતો, પરંતુ સ્થાનિકો પાલિકાને પાઠ ભણાવવા ચક્કાજામ યથાવત રાખ્યું હતું.