ગુજરાત

gujarat

ETV Bharat / state

Navsari News: બીલીમોરાના અંબિકા નદી કિનારે આવેલા બંદર પરથી કાર નદીમાં ખાબકી - Navsari news

નવસારીના બીલીમોરામાં અંબિકા નદી કિનારે આવેલા બંદર પર થી નવી નકોર કાર કોઈ કારણોસર બંદર પરથી નદીમાં ખાબકતા સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગ દ્વારા કારમાં સવાર ત્રણ યુવકોને બચાવી લેવામાં આવ્યા હતા. યુવકોને નાની મોટી ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસીડવામાં આવ્યા હતા. જ્યારે નદીમાં ખાદ્યલી કારને મહામુસીબતે બહાર કાઢવામાં આવી હતી.

Navsari News: બીલીમોરાના અંબિકા નદી કિનારે આવેલા બંદર પરથી કાર નદીમાં ખાબકી
Navsari News: બીલીમોરાના અંબિકા નદી કિનારે આવેલા બંદર પરથી કાર નદીમાં ખાબકી

By

Published : Jun 24, 2023, 12:52 PM IST

બીલીમોરાના અંબિકા નદી કિનારે આવેલા બંદર પરથી કાર નદીમાં ખાબકી

નવસારી: બીલીમોરા શહેરના ધોલાઈ બંદર ખાતે નવી નકોર કાર એકાએક બંદર પરથી નદીમાં ખાપકી બીલીમોરા ફાયરના જવાનોએ તાત્કાલિક ઘટનાઓ સ્તરે પહોંચી કારમાં બેસેલા ત્રણ લોકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા.

બંદર કિનારે ફરવા:બીલીમોરા શહેરની બાજુમાં અંબિકા નદીના કિનારે આવેલું બંદર જ્યાં લોકો સાંજના પોતાના નવરાશના સમયે પોતાના ફેમિલી સાથે અવારનવાર આ બંદર પર ફરવા ફરવા માટે જતા હોય છે. કારણકે નદીની કિનારે આવેલા આ બંદર પર ગરમીથી રાહત મળતા લોકો મોટી સંખ્યામાં સાંજના સમયે પોતાના વાહનો વિહિકલો લઈ આ જગ્યાએ રેગ્યુલર જતા હોય છે. ત્યારે બીલીમોરા નજીક આવેલા ગોયંદી ભાથલા ગામના ત્રણ યુવાનો ચાર દિવસ પહેલા જ પોતાની નવી લીધેલી hyundai verna કાર લઈને બીલીમોરાના બંદર કિનારે ફરવા માટે આવ્યા હતા.

"અંદાજિત રાત્રિના દસ વાગ્યે આ યુવાનો અહીં ફરવા માટે આવ્યા હતા પરંતુ કોઈ કારણોસર તેઓની કાર ઝડપીથી નીચે થાકી ગઈ હતી પરંતુ સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગના કર્મચારીઓને જાણ કરતા ફાયર વિભાગે તાત્કાલિક ત્રણેય યુવકોને બચાવી લેવામાં આવ્યા છે"--મલંગ કોલીયા (આગેવાન )

સીધી નીચે નદીના તટમાં ખાબકી:આ દરમિયાન કોઈ કારણોસર તેઓની નવી નકોર કાર બંદર પરથી સીધી નીચે નદીના તટમાં ખાબકી હતી. સદનસીબે નદીના તટમાં કાદવ જ હોવાથી આકાર ત્યાં કાદવમાં ખૂબી ગઈ હતી. ઘટનાને લઈને સ્થાનિકો ત્યાં દોડી આવ્યા હતા અને બીલીમોરા ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગ પણ ઘટના સાથે તાત્કાલિક પહોંચતા બચાવ કામગીરી આરંભી હતી. જેમાં ત્રણ યુવાનોને બચાવી લેવામાં આવ્યા હતા તેઓને નાની મોટી ઈજા થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ જેટી પરથી ઘણું નુકસાન થયું હતું જેને ક્રેન વડે બહાર કાઢવામાં આવી હતી.

  1. Navsari Crime News : ગણદેવીના દુવાડા ગામમાં મહિલાની હત્યાનો ભેદ ખુલ્યો, આરોપીએ ચોંકાવનારી કબૂલાત કરી
  2. Navsari News : ગણદેવીમાં લોકોને રક્ષણ મળી રહે તે માટે પાટીલે પુરની સામગ્રીનું કર્યું વિતરણ

ABOUT THE AUTHOR

...view details