- નવસારીમાં કેન્ડલ માર્ચ યોજાઈ
- આદિવાસી સંગઠને પ્લેકાર્ડ સાથે કરી ન્યાયની માગ
- શહેરના રાજમાર્ગો પર ફરી કેન્ડલ માર્ચ લુન્સીકુઈ પહોંચી
નવસારી : ચીખલી પોલીસ મથકમાં આદિવાસી યુવાનોની હત્યા પ્રકરણમાં શનિવારે નવસારીના આદિવાસી જનજાગૃતિ સમિતિ દ્વારા મૌન રહી પ્લેકાર્ડસ સાથે કેન્ડલ માર્ચ કાઢીને લુન્સીકુઈ સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે શ્રદ્ધાંજલિ આપી હતી.
ચીખલી પોલીસ મથકમાં મોતને ભેટેલા આદિવાસી યુવાનોને કેન્ડલ માર્ચ કાઢી આપી શ્રદ્ધાંજલિ આ પણ વાંચો: Suicide Case: ચીખલી પોલીસ મથકમાં બે શકમંદોએ કરેલી આત્મહત્યા પ્રકરણમાં ત્રણ પોલીસ કર્મી સસ્પેન્ડ
કેન્ડલ માર્ચ થકી આદિવાસી સમાજે બતાવી એકતાની શક્તિ
જિલ્લાના ચીખલી પોલીસ મથકમાં ડાંગના રવિ જાદવ અને સુનિલ પવારને શકમંદ તરીકે ઉઠાવી લાવી, ચીખલી પોલીસના બે અધિકારીઓ અને 4 કર્મીઓએ તેમની હત્યા કરી હતી. જે પ્રકરણમાં યુવાનોને ન્યાયની માગ સાથે શનિવારે નવસારી-વિજલપોર નગરપાલિકા પાસેથી નવસારીના આદિવાસી જનજાગૃતિ સમિતિ સંગઠન દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતુ. સુનિલ અને રવિને ન્યાયની માગ સાથેના પ્લેકાર્ડ સાથે નીકળેલી મૌન કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં શહેરના આદિવાસી સમાજના લોકો જોડાયા હતા.
ચીખલી પોલીસ મથકમાં મોતને ભેટેલા આદિવાસી યુવાનોને કેન્ડલ માર્ચ કાઢી આપી શ્રદ્ધાંજલિ આ પણ વાંચો: ચીખલી પોલીસ મથકમાં મૃત્યુ પામેલા આદિવાસી યુવાનોના ન્યાય માટે આમ આદમી પાર્ટી દ્વારા અપાયુ આવેદનપત્ર
દોષિતોને સજા ન મળે તો આંદોલનની ચીમકી
આ કેન્ડલ માર્ચ શહેરના રાજમાર્ગો પરથી ફરીને લુન્સીકુઈ સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે પહોંચી હતી. જ્યાં આદિવાસી સમાજે રવિ અને સુનિલ બન્નેને શ્રદ્ધાંજલિ અર્પિ હતી. સાથે જ બન્ને આદિવાસી યુવાનોને ન્યાય મળે અને દોષિત આરોપીઓને વહેલી તકે પાડવામાં આવે એવી માંગણી કરવામાં આવી હતી. સાથે જ દોષિતોને સજા નહીં મળે, તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.
ચીખલી પોલીસ મથકમાં મોતને ભેટેલા આદિવાસી યુવાનોને કેન્ડલ માર્ચ કાઢી આપી શ્રદ્ધાંજલિ