ગુજરાત

gujarat

By

Published : Dec 12, 2019, 10:37 AM IST

ETV Bharat / state

બીલીમોરા શહેરમાં CCTV કેમેરા ત્રણ વર્ષથી બંધ હાલતમાં, ગુનેગારોને નથી રહ્યો પોલીસનો ડર

નવસારીઃ જિલ્લાના બીલીમોરામાં લગાવવામાં આવેલા કેમરા ત્રણ વર્ષથી ટેકનીકલ ખામીના કારણે બંધ છે. જેને કારણે શહેરમાં ગુનેગારો બેફામ બનીને ગુનાઓેને અંજામ આપતા જોવા મળે છે.

cameras-installed-in-the-city-of-ballymora-closed-for-3-years
બીલીમોરા શહેરમાં લગાવવામાં આવેલ કેમેરા 3 વર્ષથી બંધ હાલતમાં

બીલીમોરામાં ચેન સ્નેચિંગના બનાવોમાં દિન-પ્રતિદિન વધારો થતો જોવા મળે છે. જેને પોલીસ પણ ઉકેલી શકતી નથી. વર્ષ દરમિયાન શહેરમાં 30 ચોરીના બનાવ, ચેન સ્નેચિંગના 20 અને ઘરફોડીના 20 જેટલા બનાવો બન્યા છે. તેમ છતાં બીલીમોરાના CCTV કેમેરા 3 વર્ષથી બંધ હાલતમાં છે.

બીલીમોરા શહેરમાં લગાવવામાં આવેલ કેમેરા 3 વર્ષથી બંધ હાલતમાં

બીલીમોરા ગુનેગારો માટે મોકળું મેદાન બની ગયું છે. અહીંના ગુનેગારોને પોલીસનો ડર રહ્યો નથી. જેના કારણે રાત્રી દરમિયાન ચોરી અને ચેન સ્નેચિંગ જેવા બનાવોમાં વધારો થતો જોવા મળે છે. બીલીમોરા પાલિકોએ બજેટમાં 10 લાખ રૂપિયા ફાળવ્યા છે. પરંતુ સંકલનના અભાવના કારણે શહેરમાં ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details