નવસારી : નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આજે નવસારીની મુલાકાતે આવ્યા હતા ત્યારે ગુજરાતમાં ત્રાટકનાર બિપરજોય વાવાઝોડાને સંદર્ભે નવસારીના દરિયાકાંઠા પર વસેલા વિસ્તારની મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે સંગઠન અને વહીવટી તંત્રને એલર્ટ રહી વાવાઝોડાને પગલે કાંઠા વિસ્તારના અસરગ્રસ્ત થઈ શકે એવા ગામોને સતત સંપર્કમાં રહેવાની જરૂરી સૂચનાઓ આપી હતી. પાટીલ નવસારીથી સાંસદ પણ છે.
બિપરજોય વાવાઝોડાની નવ જિલ્લાઓમાં અસર થવાની સંભાવના છે ત્યારે સરકાર સતર્ક બની છે .અધિકારીઓને યોગ્ય પગલા ઝડપથી લેવાની તમામ સૂચનાઓ આપવામાં આવી છે. સંભવિત વાવાઝોડામાં કાંઠાના ગામડાઓમાં ફૂડ પેકેટ સાથે જરૂરી સામગ્રી પહોંચાડવાની તૈયારી પણ કરવામાં આવી છે. ભારે પવનને પગલે વીજળી કટ થાય તો ગામડાઓમાં પીવાના પાણી પહોંચાડી શકાય એવી પણ સૂચના આપવામાં આવી છે. કાંઠા વિસ્તારમાં વાવાઝોડું ત્રાટકવાની વાની સંભાવના છે, ત્યાંના કાર્યકર્તાઓને તંત્રની સાથે રહીને જ્યાં પાણી ભરાવાની શક્યતાઓ છે ત્યાં સ્થળાંતર માટે તંત્રની સાથે રહી ખભેખભો મિલાવી મદદ માટે તૈયાર રહે તેવું પણ કહેવામાં આવ્યું છે...સી. આર. પાટીલ(ભાજપ પ્રદેશ પ્રમુખ)
મુલાકાત બાદ આપી સૂચનાઓ: વાવાઝોડાની વિકટ પરિસ્થિતિમાં ઝડપી નિર્ણય લઈ અસરગ્રસ્તોને તાત્કાલિક મદદ મળે તેવી સૂચનાઓ પણ તેમણે આપી છે. નવસારી જિલ્લામાં શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી આરપાટીલ ગુજરાતમાં ત્રાટકનાર બિપરજોય વાવાઝોડાને સંદર્ભે નવસારીના દરિયાકાંઠા પર વસેલા વિસ્તારની મુલાકાત લઈને વિવિધ અધિકારી તેમજ સંગઠનને સૂચનાઓ આપી. જેમાં સરકારી મશીનરી કામ કરી રહી છે તેની સાથે ભાજપ સંગઠનના કાર્યકરો પણ કેટલા જ ખંતથી કામ કરે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈને લોકોને મદદ આવે તે માટે આહ્વાહન કર્યું હતું.
દાંડી બીચ મુલાકાત : સંભવિત બિપરજોય વાવાઝોડાને સંદર્ભે નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે નવસારીના 52 કિલોમીટર લાંબા દરિયાકાંઠા વિસ્તારમાં દાંડી બીચ ખાતે જઈ કાંઠા વિસ્તારની મુલાકાત લઈને વિવિધ અધિકારી તેમજ ગામ આગેવાનો સરપંચ અને સંગઠનને સૂચનાઓ આપી હતી. તેમણે વાવાઝોડાને પગલે કાંઠા વિસ્તારના અસરગ્રસ્ત થઈ શકે એવા ગામોને તંત્ર સતત સંપર્ક કરી સાવચેત રહેવાની અપીલ કરી હતી સાથે અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક વહીવટી તંત્રની મદદ મળે તેવી તમામ સૂચનાઓ આપવામાં આવી હતી. પાટીલે ગુજરાત તરફ આગળ વધી રહેલ બિપરજોય વાવાઝોડાના સંભવિત પ્રભાવને લઈને આજે નવસારીના દાંડી બીચ ખાતે અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનો પાઠવ્યા હતાં.
- Cyclone Biparjoy Live Update: કેન્દ્રીય આરોગ્ય પ્રધાને બિપરજોય વાવાઝોડાના સંકટને લઈને આર્મીની તૈયારીઓની સમીક્ષા કરી
- Cyclone Biparjoy : વાવાઝોડાને લઈને ડુમસના દરિયાકિનારે વિશાળ મોજા ઉછળી રહ્યા, 42 ગામડાઓને કરાયા એલર્ટ
- Biparjoy Cyclone: ઈજાગ્રસ્ત હાલતમાં ડોલ્ફિનનું બચ્ચું તણાઈ આવતા લોકોએ બચાવ્યો જીવ