ગુજરાત

gujarat

ETV Bharat / state

વિજલપોર પાલિકાનું 194.13 કરોડનું જંગી બજેટ સર્વાનુમતે મંજૂર - વિજલપોર નગરપાલિકાનું બજેટ

નવસારી નજીક આવેલી અને છેલ્લા થોડા મહિનાઓથી વિવાદોમાં રહેતી વિજલપોર નગરપાલિકાનું વર્ષ 2020-21નું ૧૯૪.૧૩ કરોડ રૂપિયાનું જંગી બજેટ પાલિકાના બાગી નગર સેવકોની મંજૂરી સાથે સર્વાનુંમાંતીએ મંજૂર થતા પાલિકામાં ખુશીની લહેર જોવા મળી હતી.

navsari news
navsari news

By

Published : Mar 18, 2020, 4:17 AM IST

નવસારી: નવસારી નજીકે આવેલી અને છેલ્લા થોડા મહિનાઓથી વિવાદોમાં રહેતી વિજલપોર નગરપાલિકાનું વર્ષ 2020-21નું ૧૯૪.૧૩ કરોડ રૂપિયાનું જંગી બજેટ પાલિકાના બાગી નગર સેવકોની મંજૂરી સાથે સર્વાનુંમાંતીએ મંજૂર થતા પાલિકામાં ખુશીની લહેર જોવા મળી હતી. જો કે બજેટ સભામાં વિપક્ષી નેતાએ પાલિકાનું બજેટ નહીં પણ વોર્ડ બજેટ રજૂ કરવાની માંગણી કરતા કૌતુક સર્જાયું હતું.

વિજલપોર નગરપાલિકામાં મંગળવારે સાંજે પોલીસ પ્રોટેક્શન સાથે પાલિકાના કોમ્યુનીટી હોલમાં પાલિકા પ્રમુખ જગદીશ મોદીની અધ્યક્ષતામાં બજેટ સભા મળી હતી. સભામાં કારોબારી અધ્યક્ષ દશરથ પટેલે વર્ષ 2020-21નું આવક કરતા સરકારી ગ્રાન્ટ આધારિત જંગી બજેટ રજૂ કર્યું હતું. વિજલપોર પાલિકાનું કુલ બજેટ ૧૯૪.૧૩ રૂપિયાનુ જંગી બજેટ રજૂ કરાયું હતું. જેમાં બાંધકામ વિભાગને 83.02 કરોડ, વોટર વર્કસ વિભાગને 11.63 કરોડ, ડ્રેનેજ વિભાગને 5.65 કરોડ, સેનીટેશન અને આરોગ્ય વિભાગને 8.02 કરોડ, લાઇટ વિભાગ 95.22 લાખ, ફાયર વિભાગને 29.62 લાખ અને ગાર્ડન વિભાગને 6.33 કરોડ રૂપિયાના કામો સહિતની ફાળવણી કરવામાં આવી છે.

વિજલપોર પાલિકાનું બજેટ સર્વાનુમતે મંજૂર
બજેટમાં પાલિકા પ્રમુખે કોઇપણ વોર્ડમાં જરૂરીયાતના કામો બાકી ન રહે તે માટે ખાત્રી આપતા બાગી નગરસેવકોએ બજેટને સંમતિ આપી હતી. સભામાં વિપક્ષી નેતા ગંગાધર શુક્લાએ વિજલપોરના તમામ વોર્ડ મુજબના કામોની માહિતી માંગતા કારોબારી અધ્યક્ષ સાથે તુ... તુ... મે... મે... થઇ હતી. વિપક્ષી નેતા ગંગાધર શુક્લાએ વર્ષ 2019-20માં બજેટ અનુસાર માત્ર 25-30 ટકા જ કામો થયા હોવાના આક્ષેપો કર્યા હતા. જોકે આ બજેટને પ્રમુખે વિકાસલક્ષી ગણાવ્યું હતું. સાથે જ વિજલપોર શહેરના વિકાસમાં સહકાર આપવા બાગી ભાજપી નગર સેવકોને અપીલ કરી હતી. બજેટને બાગી નગરસેવકો સહિત તમામે સંમતિ દર્શાવતા વિજલપોર પાલિકાનું 194.13 કરોડનું જંગી બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, પાલિકાના વિપક્ષી નેતા ગંગાધર શુક્લાએ સભામાં વિજલપોર શહેરમાં વિકાસના કામો માટે રજૂ કરાયેલા બજેટ દરમિયાન વોર્ડ મુજબ કેટલું બજેટ ફાળવાયું છે, તેની માંગણી કરતા સભામાં કૌતુક સર્જાયું હતું.

વિપક્ષી સભ્યની માંગણી સામે પ્રમુખ જગદીશ મોદીએ બજેટ વોર્ડ મુજબ નથી હોતુ, બજેટ વિજલપોર શહેરનું હોય છે. કોઇપણ વોર્ડમાં કોઇપણ કામ બાકી હોય તો જણાવો, આ બજેટમાં તમામના વિકાસલક્ષી કામો કરવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું.

વિજલપોર પાલિકામાં યોજાયેલી બજેટ સભામાં હાલમાં ફેલાયેલા કોરોના વાઇરસની ઈફેક્ટ જોવા મળી હતી. પાલિકાના વિપક્ષી નેતા ગંગાધર શુક્લા, બાગી નગરસેવકો અને ઉપ પ્રમુખ મોઢે માસ્ક પહેરી આવ્યા હતા અને સભા ચાલી ત્યાં સુધી માસ્ક પહેરેલા રાખ્યા હતા. સભા પુરી થયા બાદ તમામે માસ્ક કાઢી નાંખ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details