: નવસારીના બીલીમોરા અમલસાડ વચ્ચે અંબિકા નદી પર બનાવવામાં આવેલો પુલ નબળો પડ્યો નવસારી:કરોડો રુપિયાના સરકારી બિજ નબળા પડી જાઈ છે. ત્યારે લોકોને હેરાન થવાનો વારો આવે છે. પછી તે કોઈ દુરધ્ટના થી કે પછી બ્રિજ બંધ કરી દેવાથી. ત્યારે નવસારી જિલ્લાની અંબિકા નદી પર અમલસાડ ગામથી બીલીમોરા ને જોડતો મહત્વનો એક માત્ર બ્રિજ બનાવવામાં આવ્યો છે જે 45 વર્ષ જૂનો છે. જેનો ઉપયોગ અમલસાડ થી બીલીમોરા જતા માર્ગના 7-8 ગામોના લોકો રોજિંદા જીવનમાં આ બ્રિજ પરથી અવરજવર કરે છે. પરંતુ હાલ તેનો સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જેના કારણે લોકોને 15 કિલોમીટર ફરીને આવવાની નોબત આવી છે.
"અમારા તાલુકામાં બે મહત્વના બ્રિજો નબળા પરતા બંધ કરી દેવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં જતા વિદ્યાર્થીઓ ધંધાર્થીઓ અને નોકરી કરતા શહેરી અને ગ્રામ્ય વિસ્તાર કનેક્ટેડ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં આગ જેવી દુર્ઘટના બને તો ફાયર બ્રિગેડ વિભાગે પણ ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચવા માટે લાંબો ચકરાવો કરવો પડશે. જેથી કરીને આ બ્રિજોનું સમારકામ કરી જલ્દી લોકો માટે ખુલ્લો મુકવામાં આવે તેવી અમારી માંગ છે."-- મલંગ કોલીયા (સ્થાનિક બીલીમોરા)
7થી8 ગામના લોકો મુશ્કેલીમાં: બ્રિજ બંધ થતાં અહીંના 7થી8 ગામના ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે ભારે વાહનોના પ્રતિબંધના કારણે બીલીમોરા જવા માટે અને બીલીમોરાથી આવવા માટે એસ.ટી બસ અને શાળા કોલેજ જતા બાળકો ને 15 કિલોમીટર જેટલો ચકરાવો થતા હાલાકીનો સામનો ભોગવવાનો વારો આવ્યો છે. જ્યારે બ્રિજના સમારકામ માટે એસ્ટીમેન્ટ બનાવીને ટેન્ડર ક્યારે પાડવામાં આવશે. બ્રિજનું સમારકામ ક્યારે કરવામાં આવશે. સ્થાનિકો માટે બ્રિજ ક્યારે ખુલ્લો મુકવામાં આવશે.
"બીલીમોરા અમલસાડ વચ્ચે અંબિકા નદી પર બાંધવામાં આવેલો બ્રિજ મેન્ટેનન્સ ના કારણે ફક્ત ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. સેફટી અને મેન્ટેનન્સ ના કારણે જરૂરી હોય આ નિર્ણય લેવામાં આવ્યો છે."--કીર્તિસિંહ વાઘેલા (નાયબ કલેકટર)
બ્રિજનું સમારકામ:તે અંગેની કોઈપણ ચર્ચા કરવા માટે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ મગનું નામ મરી નથી પાડી રહ્યા. જ્યારે રેગ્યુલર બ્રિજનો ઉપયોગ કરતા લોકો માટે મોટો પ્રશ્ન ઉભો થયો છે. જેથી વહેલી તકે બ્રિજનું સમારકામ કરવામાં આવે અને ફરી લોકો માટે બ્રિજ જલ્દી ખુલ્લો મુકવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે. પરંતુ ત્યા સુધી લાચાર ગામના લોકોને 15 કિલોમીટર ફરીનેને આવવા સિવાઈ કોઈ ઉકેલ નથી.
- Navsari News: નવસારીમાં લોખંડના સળિયા કાપીને ચોરીને આપ્યો અંજામ, સીસીટીવી સામે આવ્યા બાદ પોલીસ ફરિયાદ
- Navsari News : વિકાસના ટ્રેકમાં કછોલ ગામના 50 વીઘા ખેતર ભોગ બન્યા, જાણો શું છે સમસ્યા...