ગુજરાત

gujarat

ETV Bharat / state

Blind Cyclist Ajay lalvani: મુંબઇનો પ્રજ્ઞાચક્ષુ સાયકલ લઈને ભારત ભ્રમણે નીકળ્યો, પ્રવાસ વિશે જાણો - Blind Cyclist Ajay lalvani: મુંબઇનો પ્રજ્ઞાચક્ષુ સાયકલ લઈને ભારત ભ્રમણે નીકળ્યો, પ્રવાસ વિશે જાણો

રોડ સેફટી ( Road Sefty ) અને પ્રજ્ઞાચક્ષુઓને પ્રત્યે સમાજમાં જાગરૂકતા લાવવાના ઉદ્દેશ્ય સાથે મુંબઇનો પ્રજ્ઞાચક્ષુ યુવાન Ajay Lalwani મુંબઈના ઇન્ડિયા ગેટથી બ્લાઇન્ડ સાયકલિંગ ( blind cycling expeditions ) અભિયાન લઈને 7500 કિમીની ભારત ભ્રમણે ( Bharat Yatra ) નીકળ્યો છે. તેને સાયકલિંગમાં ( cycling ) માર્ગદર્શન આપવા 18 સભ્યોની ટીમ પણ તેની સાથે જોડાઈ છે.

Blind Cyclist Ajay lalvani: મુંબઇનો પ્રજ્ઞાચક્ષુ સાયકલ લઈને ભારત ભ્રમણે નીકળ્યો, પ્રવાસ વિશે જાણો
Blind Cyclist Ajay lalvani: મુંબઇનો પ્રજ્ઞાચક્ષુ સાયકલ લઈને ભારત ભ્રમણે નીકળ્યો, પ્રવાસ વિશે જાણો

By

Published : Nov 16, 2021, 7:32 PM IST

  • રોડ સેફટી અને પ્રજ્ઞાચક્ષુઓ માટે સમાજમાં જાગરૂકતા લાવવાના સંદેશ સાથે સાયકલ યાત્રા
  • મુંબઈથી શ્રીનગર, શ્રીનગરથી કન્યાકુમારી અને કન્યાકુમારીથી મુંબઇ ચાર રૂટમાં થશે યાત્રા
  • અજય લાલવાણીને સાયકલિંગમાં 18 સભ્યોની ટીમ આપે છે માર્ગદર્શન

નવસારી : પ્રજ્ઞાચક્ષુ અજયનો સાહસથી જીવનના શિખરો સર કરવાનો સંદેશ છે. દિવ્યાંગતાને કારણે જીવન અટકી જતુ નથી. પોતાને જે ખોડ છે, એને ભુલીને ઉત્સાહ અને સાહસ સાથે જીવનારા ઓછા લોકો હોય છે, જેમાંનો એક મુંબઈનો 25 વર્ષીય પ્રજ્ઞાચક્ષુ યુવાન અજય લાલવાણી છે. જેણે પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં જિંદગીને એક અલગ અંદાજમાં લીધી છે. સાયકલીંગ, રોક કલાયબ્લિંગ, સ્વિમિંગ સહિતના સ્પોર્ટ્સમાં સાહસ દેખાડી પ્રજ્ઞાચક્ષુ પણ સામાન્ય વ્યક્તિની જેમ શિખરો સર કરી શકે છે એનો સંદેશ આપ્યો છે. 15 નવેમ્બરથી અજયે મુંબઈના ગેટ વે ઓફ ઇન્ડિયા ખાતેથી રોડ સેફટી ( Road Sefty ) અને પ્રજ્ઞાચક્ષુઓ માટે સમાજમાં લોકોને જાગરૂકતા કરવાના સંદેશ સાથે બ્લાઇન્ડ સાયકલિંગ અભિયાન ( blind cycling expeditions ) આરંભ્યું છે. મુંબઈથી નીકળી એક દિવસના પ્રવાસ બાદ પ્રજ્ઞાચક્ષુ અજય ( Blind Cyclist Ajay lalvani ) આજે નવસારી પહોંચ્યો હતો. અજય સાથે તેને સાયકલિંગમાં ( cycling ) માર્ગદર્શન આપવા બે કાર સાથે 18 સભ્યોની ટીમ પણ છે.

વૉકી ટોકીથી અજયને સાયકલિંગ માટે અપાય છે માર્ગદર્શન

પ્રજ્ઞાચક્ષુ અજય લાલવાણીના ( Blind Cyclist Ajay lalvani ) અભિયાનમાં હાઇવે પર સાયકલ ચલાવવી ( cycling ) ઘણી મુશ્કેલ સાબિત થાય એમ છે. પરંતુ અજયને તેના ટીમ મેમ્બર્સ માર્ગદર્શિત કરતા રહે છે. અજયની આગળ એક કાર અને પાછળ એક કાર રહે છે. અજય પાસે અને તેની ટીમના સભ્ય પાસે વૉકી ટોકી છે. જેમાં આગળ ચાલતી કારમાં સવાર ટીમનો સભ્ય વૉકી ટોકીની મદદથી સતત તેને સાયકલ ધીમી ચલાવવી કે સ્પીડમાં તેમજ ક્યારે બ્રેક મારવી જેવી માહિતી આપતો રહે છે. આજ રીતે અજય 45 દિવસમાં 7500 કિમીનું અંતર પૂર્ણ કરશે.

18 સભ્યોની ટીમ પણ Ajay Lalwani સાથે જોડાઈ છે

અજયની માઉન્ટ એવરેસ્ટ સર કરવાની છે ઈચ્છા

અજય ( Blind Cyclist Ajay lalvani ) વિશ્વના સૌથી ઉંચા શિખર માઉન્ટ એવરેસ્ટને ( Mount Everest ) સર કરવા માગે છે. જેથી એવરેસ્ટ ચઢવા માટે એની ક્ષમતા પણ વધારી રહ્યો છે. અજય મુંબઈથી શ્રીનગર, શ્રીનગરથી કન્યાકુમારી અને કન્યાકુમારીથી મુંબઇ સુધીનું ભારત ભ્રમણ ( Bharat Yatra ) 45 દિવસમાં 7500 થી વધુ કિમી સાયકલ ચલાવીને Blind Cyclist Expeditions પુરૂં કરશે. ઉલ્લેખનીય છે કે માઉન્ટ એવરેસ્ટ સર કરવાની ચાહના રાખનાર અજય લાલવાની પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં હિમાલયમાં 17 હજાર અને 20 હજાર એમ બે વાર ટ્રેકિંગ ( Tracking ) પણ કરી ચુક્યો છે.

આ પણ વાંચોઃ બનાસકાંઠાના પ્રજ્ઞાચક્ષુ યુવકે આત્મનિર્ભરતાનું આપ્યું ઉદાહરણ, રંગબેરંગી ખાટલા ભરી ચલાવે છે પરિવારનું ગુજરાન

આ પણ વાંચોઃ પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં હિંમત ન હારી, જાણો અમદાવાદના અશ્વિનભાઇ ઠક્કરની અનોખી સાહસકથા

ABOUT THE AUTHOR

...view details