- પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિએ ભાજપે મનાવ્યો સમર્પણ દિવસ
- અંત્યોદયની વાત સાથે સબકા સાથ, સબકા વિશ્વાસનો નારો
- નવસારીના ઉમેદવારોનો ચુંટણીમાં જીતનો સંકલ્પ
નવસારી : નવસારીના ઇટાળવા સ્થિત બી.આર. ફાર્મમાં સમર્પણ દિવસ અંતર્ગત કાર્યક્રમમાં આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ, ધારાસભ્યો આર.સી. પટેલ, પિયુષ દેસાઈ, નરેશ પટેલ સહિત ભાજપી આગેવાનો, સ્થાનિક સ્વરાજની ચુંટણીના ભાજપી ઉમેદવારો અને કાર્યકર્તાઓએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિએ પુષ્પાંજલિ અર્પી શ્રદ્ધાંજલિ આપી હતી.
ભાજપના ઉમેદવારોએ લીધો જીતનો સંકલ્પ વિજય રૂપાણીએ આપ્યો 'સબકા સાથ, સબકા વિશ્વાસ'ના નારો
અમદાવાદમાં આયોજિત કાર્યક્રમને વર્ચ્યુઅલી નિહાળ્યો હતો. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પંડિતજીને યાદ કરી તેમના વિચારોને જન-જન સુધી પહોંચાડવાની વાત સાથે 'સબકા સાથ, સબકા વિશ્વાસ'ના નારા થકી અંત્યોદયના વિચારને છેવાડા સુધી પહોંચાડવા હાંકલ કરી હતી. જ્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ઉમેદવારો તેમજ કાર્યકર્તાઓને સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં જીતનો સંકલ્પ લેવડાવ્યો હતો.
પંડિત દિનદયાળ ઉપાધ્યાયની પુણ્ય તિથિ ભાજપમાં પૂર્વ કોર્પોરેટરોએ અપક્ષ ઉમેદવારી કરવાની તૈયારી
ભાજપમાં પૂર્વ કોર્પોરેટરોએ અપક્ષ ઉમેદવારી કરવાની તૈયારી કરી હોવાની વાત ઉપર નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈએ જણાવ્યું કે, ભાજપની તમામ બેઠકો જીતવાની છે, ત્યારે આ પ્રકારના વિરોધ અસ્થાને હોવાનું જણાવ્યું હતું.
ભાજપના ઉમેદવારોએ લીધો જીતનો સંકલ્પ