ગુજરાત

gujarat

ETV Bharat / state

બીલીમોરા નગરપાલિકાએ ઐતિહાસિક સર્ક્યુલર ઠરાવથી 85.30 કરોડનું બજેટ કર્યું મંજૂર - Bilimora Municipality also has an annual budget of 2020-21

કોરોનાની મહામારીને રોકવા જાહેર થયેલા લોકડાઉનને કારણે બીલીમોરા નગરપાલિકાનું વર્ષ 2020-21નું બજેટ અટકી પડ્યુ હતુ. પાલિકાના શાસકોએ કોરોનાના કપરા કાળમાં બજેટ સભા વિના ઐતિહાસિક સર્ક્યુલર ઠરાવથી બજેટ મંજૂર કરાવ્યું છે.

બીલીમોરા નગરપાલિકાએ ઐતિહાસિક સર્ક્યુલર ઠરાવથી 85.30 કરોડનું બજેટ કર્યું મંજૂર
બીલીમોરા નગરપાલિકાએ ઐતિહાસિક સર્ક્યુલર ઠરાવથી 85.30 કરોડનું બજેટ કર્યું મંજૂર

By

Published : Apr 21, 2020, 12:12 AM IST

નવસારીઃ કોરોનાની મહામારીને રોકવા જાહેર થયેલા લોકડાઉનને કારણે બીલીમોરા નગરપાલિકાનું વર્ષ 2020-21નું બજેટ અટકી પડ્યુ હતુ. પરંતુ પાલિકાએ ઐતિહાસિક સર્ક્યુલર ઠરાવ દ્વારા પાલિકાના 85.30 કરોડ રૂપિયાના જંગી બજેટને મજૂરીની મહોર મારવામાં આવી છે. પાલિકાના સભ્યોએ બજેટને વિકાસ અને પ્રજાલક્ષી હોવાનું ગણાવ્યું હતુ.

બીલીમોરા નગરપાલિકાએ ઐતિહાસિક સર્ક્યુલર ઠરાવથી 85.30 કરોડનું બજેટ કર્યું મંજૂર બીલીમોરા નગરપાલિકાએ ઐતિહાસિક સર્ક્યુલર ઠરાવથી 85.30 કરોડનું બજેટ કર્યું મંજૂર

નાંણાકીય વર્ષના અંતિમ માર્ચ મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના બજેટ રજૂ થતા હોય છે. બીલીમોરા નગરપાલિકાનું પણ વર્ષ 2020-21નું વાર્ષિક બજેટ ગત 27 માર્ચ, 2020 ના રોજ યોજાનારી સામાન્ય સભામાં રજૂ કરવામાં આવવાનુ હતુ.

દરમિયાન કોરોનાની મહામારીને ધ્યાને ભારત સરકારે કોરોનાથી બચવા સમગ્ર દેશને તાળાબંધી કરી, IPCની ધારા 144 હેઠળ 4 કે તેથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ લગાવ્યો હતો.

જેને કારણે પાલિકાની બજેટ માટે મળનારી સામાન્ય સભા મળી શકી ન હતી. બીજી તરફ સમય મર્યાદામાં વાર્ષિક બજેટ મંજૂર નહિ કરવામાં આવે, તો ટેક્નિકલ પ્રશ્નો ઉભા થવાની સંભાવના હતી. આવી વિકટ પરિસ્થિતિમાં બીલીમોરા પાલિકા પાસે સર્ક્યુલર ઠરાવનાં ભ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરી બજેટને મંજુર કરવાનો એકમાત્ર ઉપાય હતો.

સર્ક્યુલર ઠરાવમાં પાલિકા દ્વારા બજેટ અને ઠરાવની કોપી પાલિકાના તમામ નગર સેવકોને તેમના ઘરે પહોંચાડી તેમની સહી મેળવી પાલિકાના 85.30 કરોડ રૂપિયાના બજેટને મંજૂરીની મહોર મારવામાં આવી હતી.

આમ પાલિકાના શાસકોએ કોરોનાના કપરા કાળમાં બજેટ સભા વિના ઐતિહાસિક સર્ક્યુલર ઠરાવથી બજેટ મંજૂર કરાવ્યું છે. સાથે જ બજેટને પ્રજાલક્ષી અને વિકાસલક્ષી ગણાવ્યુ હતુ. જેનાથી બીલીમોરા શહેરની ભવિષ્યની અનેક સુવિધાઓ સાકાર થશે.

બજેટમાં આગામી નાણાકીય વર્ષ 2020-21 માટે સંભવિત પુરાંત 4.95 કરોડ દર્શાવવામાં આવી છે. બજેટમાં પાલિકાને મ્યુનિસિપલ રેટ્સ અને ટેક્ષની આવક 39.33 કરોડ, ખાસ એકટથી 1.05 લાખની આવક તેમજ 51.15 કરોડની વિવિધ પ્રકારની સરકારી ગ્રાન્ટની આવક, 2.04 કરોડ રૂપિયાની પરચુરણ ઉપજ, 8.76 લાખ રૂપિયાની કર સિવાયની આવક અંદાજવામાં આવી છે. જ્યારે જાવકમાં 76.79 કરોડ નિભાવણી ખર્ચ, 10.75 કરોડ મહેકમ ખર્ચ અને 55.76 કરોડ મૂડી વિષયક ખર્ચ દર્શાવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details