નવસારીનો છેવાડાનો ભાગ એટલે વાંસદા. વાંસના વૃક્ષોથી ઘેરાયેલા આ પંથકને કારણે જ તેનું નામ વાંસદા પડ્યું છે. અહીંના આદિવાસીઓ આ વાંસમાંથી અવનવી વસ્તુઓનું સર્જન કરે છે. તેમની આ કળાને નિખારવા અને આર્થિક વેગ આપવા માટે રાજ્ય તેમજ ભારત સરકારે આગળ આવીને આદિવાસીઓની આ કળાને એક નવો ઓપ આપ્યો છે. વાંસની 426 જાતિમાંથી મહારાષ્ટ્ર, આસામ, મધ્યપ્રદેશ અને ગુજરાતના વાંસ વધુ ઉપયોગી છે. આ વાંસમાંથી સોફા, બેડ, ટીપોઇ અને કબાટ બનાવીને નવો લુક આપે છે.
વાંસ ફર્નીચર પ્રોજેક્ટઃ નવસારીમાં 2 હજારથી વધુ આદિવાસીઓ માટે આશીર્વાદરૂપ - Navsari News
નવસારીઃ જીવન જરૂરિયાતોમાંથી શ્વાસ માટે ઓક્સિજન કુદરતના ખોળે આવેલા વૃક્ષો પુરૂં પાડે છે. નવસારીના આદિવાસી પંથક વાંસદામાં ઉગતા વાંસ ભરપુર ઓક્સિજન આપે છે. જો કે, ઓક્સિજનની સાથે વાંસ હવે સ્થળાંતર કરતા આદિવાસી કુટુંબો માટે રોજગારીનું સાધન બન્યા છે. અત્યાર સુધીમાં બાંધકામ માટે વાંસનો ઉપયોગ વધુ કરવામાં આવતો, પરંતુ આદિવાસીઓના ઉત્થાન માટે 2009માં શરૂ કરાયેલો વાંસના ફર્નિચરનો પ્રોજકેટ આજે 2 હજારથી વધુ આદિવાસીઓ માટે આશીર્વાદરૂપ બન્યો છે.

વાંસના ફર્નીચરનો પ્રોજેક્ટ આજે 2 હજારથી વધુ આદિવાસીઓ માટે આશિર્વાદરૂપ
વાંસના ફર્નીચરનો પ્રોજેક્ટ આજે 2 હજારથી વધુ આદિવાસીઓ માટે આશિર્વાદરૂપ
મહત્વનું છે કે, સાગના ફર્નિચર કરતા પણ વાંસનું ફર્નિચર ટિકાઉ અને સુંદરતા પણ અલગ છાપ છોડે છે. તેટલું જ નહીં વાંસના ફર્નિચરની નવસારી સહિત ગુજરાત અને ભારતભરમાં માગ વધી છે. વાંસદા આદિમ સમાજના લોકોને પલાયન કરતા અટકાવી વાંસના આ ઉદ્યોગે તેમનું જીવન સ્તર સુધાર્યું છે.