નવસારી ચોમાસામાં પડેલા ભારે વરસાદને કારણે અતિવૃષ્ટિની (Heavy rain conditions) સ્થિતિ બની હતી. વરસાદઅને તેની સાથે નદીઓમાં આવેલા પુરને કારણે જિલ્લામાં ખેતી પાકોમાં મોટી નુકશાની જોવા મળી હતી. જેમાં સરકારે હાલમાં જ જાહેર કરેલા પેકેજમાં જિલ્લાના કેળ સિવાયના તમામ પાકોને બિનપિયતના ગણતા અને વળતર ઘટતા ખેડૂતોમાં નિરાશાજોવા મળી રહી છે.
નુકશાન થયુનવસારી જિલ્લામાં ગત ચોમાસુ સારૂ રહ્યુ અને જુલાઈ મહિનામાં અતિવૃષ્ટિ થવાથી ડાંગર, શેરડી, શાકભાજી, બાગાયતી પાકોમાં આંબા અને ચીકુના વૃક્ષોને પણ નુકશાન થયુ હતુ. સારા પાકની આશાએ વાવેલા પાકોમાં વરસાદ અને ત્યારબાદ નદીઓમાં આવેલા પુરને કારણે પણ ખેડૂતોએ આર્થિક નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી હતી. તંત્ર દ્વારા તત્કાલ સર્વે પણ કરવામાં આવ્યો હતો. જ્યારે નવસારીની પુરની સ્થિતિનો તાગ મેળવવા કેન્દ્રની ટીમ પણ બે દિવસ નવસારી આવી હતી.