- ઉપરવાસમાં ભારે વરસાદઅને કારણે ઔરંગા નદી(Auranga River) બંને કાંઠે
- ગરગડીયા પુલ પાણીમાં ગરક થતા સામા કાંઠાના 10 ગામોના સંપર્ક તૂટ્યો
- ગત રોજથી દક્ષિણ ગુજરાતમાં થઈ રહી છે મેઘ મહેર
નવસારી : જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં બે દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. અનરાધાર વરસાદને કારણે નવસારીની નદીઓમાં નવા નીર આવ્યા છે. જેમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે નદીઓ બંને કાંઠે વહેતી થઈ છે. ત્યારે ઔરંગા નદીમાં (Auranga River) પાણીની આવક વધતા ખેરગામના નાંધઇ ગામે ઔરંગા પર બનેલો લો લેવલ ગરગડીયા પુલ પાણીમાં ગરકાવ થિ ગયો છે. જેને કારણે સામે કાંઠેના 10 થી વધુ ગામોનો ખેરગામ સાથેનો સંપર્ક તૂટ્યો છે.
ઔરંગા નદીમાં પાણીની આવક વધી
લાંબા વિરામ બાદ મેઘરાજાએ મહેર કરી છે અને નવસારી સહિત દક્ષિણ ગુજરાત અને ઉપરવાસના વિસ્તારોમાં પડી રહેલા ભારે વરસાદને પગલે નવસારી પાણી-પાણી ઇ ગયો છે. તો આ સાથે જ નદીઓમાં નવા નીરની આવક વધતા બંને કાંઠે વહી રહી છે. જેમાં પણ ઉપરવાસમાં પડેલા અનરાધાર વરસાદે જિલ્લાના સરહદી ગામોથી પસાર થતી ઔરંગા નદીમાં પાણીની આવક વધારી છે. જેમાં ખેરગામ તાલુકાના નાંધઇ ગામેથી સામા કાંઠાના અને વલસાડ જિલ્લાના ગામોને જોડતો ઔરંગા નદી પર બનેલો લો લેવલ ગરગડીયા પુલ નદીના પાણીમાં ડૂબી જતાં સામેના 10 થી વધુ ગામો ખેરગામથી સંપર્ક વિહોણા બન્યા છે.