ગુજરાત

gujarat

ETV Bharat / state

વાંસદા ધારાસભ્ય અનંત પટેલ પર હૂમલો, પંચાયત પ્રમુખ પર આશંકા - ખેરગામમાં કોંગી બેઠકમાં

નવસારીમાં ખેરગામમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર હૂમલો (Attack on Vansda MLA) થયાના સમાચાર મળી રહ્યા છે. અનંત પટેલ ખેરગામમાં (Congress meeting in Khergam) કોંગી બેઠકમાં ભાગ લેવા જઈ રહ્યા હતા, ત્યારે તેમના પર હૂમલો કર્યો છે.

વાંસદા ધારાસભ્ય અનંત પટેલ પર હૂમલો
વાંસદા ધારાસભ્ય અનંત પટેલ પર હૂમલો

By

Published : Oct 8, 2022, 7:41 PM IST

Updated : Oct 9, 2022, 7:17 AM IST

નવસારી વાસદાના કોંગ્રેસી ધારાસભ્ય (Congress MLA from Vasada) અનંત પટેલ ઉપર ખેરગામમાં હુમલો થયો કોંગ્રેસી કાર્યકરોની બેઠકમાં (Meeting of Congress workers) જતી વેળા હુમલો કરવામાં આવ્યો હતો. ખેરગામ બજાર પાસેથી પસાર થતી વખતે ધારાસભ્યની કાર (Attack on Vansda MLA car)પર હૂમલો થયો હતો. અનંત પટેલ ખેરગામમાં કોંગ્રેસી કાર્યકરોની બેઠકમાં જઈ રહ્યા હતા, ત્યારે હૂમલોથયો હતો. ખેરગામના બહેજ ગામે અનંત પટેલના નામે ગવાયેલા ગરબાને લઈને હૂમલો થયો હોવાની શંકા સેવાઈ રહી છે.

હુમલો કરાયા હોવાની આશંકા વાસદાના ધારાસભ્ય અનંત પટેલ ખેરગામમાં સરપંચને (Sarpanch in Khergam) મળવા ગયા હતા તે દરમિયાન બજાર પાસેથી પસાર થતી વેળા કેટલાક શખ્સો દ્વારા તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ગાડીમાંથી તેમની ખેંચીને બહાર કાઢવામાં આવ્યું હતું. આંખના ભાગે તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર હુમલામાં સંભવિત રીતે જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુ આહીરનું નામ પર બહાર આવ્યું છે. તેમના દ્વારા હુમલો કરાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.

પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજધારાસભ્ય અનંત પટેલ ઉપર ઉનાઈમાં અગાઉ હુમલો થયો હતો. ત્યારબાદ આ બીજી વખત હુમલાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાને લઈને તેમના સમર્થકો અને કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં આનંત પટેલ ખેરગામમાં છે. હુમલાખોરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ સમર્થકો દ્વારા શરૂ કરવામાં આવી છે.

Last Updated : Oct 9, 2022, 7:17 AM IST

ABOUT THE AUTHOR

...view details