ગુજરાત

gujarat

ETV Bharat / state

ATM Fraud: સગીરાએ ગજબનું ભેજું માર્યું, ફેવિસ્ટિકથી ફ્રોડ કરતી ટોળકી ઝડપાઈ

નવસારી જિલ્લામાંથી કંઈક અલગ જ પ્રકારની છેતરપિંડી સામે આવી છે. જેમાં એટીએમ મશીનમાં પૈસા કાઢવા ગયેલા વ્યક્તિ સાથે છેતરપિંડી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં પોલીસે ટીમ તૈયાર કરીને ભેજાબાજ ટોળકીને પકડી પાડી છે.

Fraud gang:  જામ તારાની ઠગ ગેંગનો નવસારીમાં પગ પેસારો, ભેજાબાજ ટોળકીને પોલીસે દબોચી લીધી
Fraud gang: જામ તારાની ઠગ ગેંગનો નવસારીમાં પગ પેસારો, ભેજાબાજ ટોળકીને પોલીસે દબોચી લીધી

By

Published : Mar 7, 2023, 10:33 AM IST

ભેજાબાજ ટોળકીને પોલીસે દબોચી લીધી

નવસારી:સુરતની પલસાણા પોલીસે ઠગાઈ કરતી ટોળકીને ઝડપી પાડતા છ અલગ અલગ વિસ્તારની ઠગાઈના ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. શોર્ટ કટથી પૈસા પકમાવવા માટે ભેજાબાજ લોકોના ખિસ્સા ખાલી કરવા ATM ને ટાર્ગેટ કરતા હતા. નાણાકીય છેતરપિંડીમાં સૌથી વધુ સાયબર ક્રાઇમના કેસ થતાં જોવા મળે છે. સામાન્ય રીતે ઓનલાઇન મોબાઇલ કે કોમ્પ્યુટર વડે ચોર ગેંગ છેતરપિંડી નાણાંની આચરતી હોય છે.

મુખ્ય સૂત્રધાર 16 વર્ષીય સગીરા:મોટી રકમોની ચોરીનું સાધન પણ નાની અમથી ફેવીસ્ટિક છે. નવસારીના એક યુવકના 35,000 જે ભેજાબાજ ટોળકીએ એટીએમ માંથી ઉપાડી લીધા હતા તેમાં મુખ્ય સૂત્રધાર હતી 16 વર્ષીય સગીરા છે. જેના આઈડિયાથી મોટી રકમની છેતરપિંડી થતી હતી. ફેવિસ્ટિકનો આઈડિયા પણ આ સગીરાનો હતો. આ ટોળકી સૌપ્રથમ લોકેશન નક્કી કરી જે તે સ્થળના એટીએમ માં પહોંચીને ત્યાં કાર્ડ નાખવાના જગ્યા પર ફેવીસ્ટીક લગાડતી હતી. જેને લઈને કોઈ પણ નાણાં ઉપાડનાર વ્યક્તિ આવે મશીનમાં પોતાનું એટીએમ કાર્ડ નાખે તો બે જ મિનિટમાં ચોંટી જાય. એટલે અંદર નાખેલું કાર્ડ પાછું ના આવે.

આ પણ વાંચો Navsari Crime: એવું ચોરખાનું બનાવ્યું કે, પોલીસ પણ ચોંકી ગઈ 5000થી વધુ બોટલ જપ્ત

ફ્રોડ ટોળકી ગેંગની સગીરા બાળકીની મદદથી એટીએમમાં પૈસા ઉપાડવા આવતા લોકોનો એટીએમ કાર્ડ ફેવિસ્ટિકના મદદથી બ્લોક કરી બાદમાં તેઓના જ ગેંગના સભ્યનો નંબર બેંકના ગાર્ડ નો નંબર છે. તેવું કહી ફરી તેઓ ભોગ બનનારને ફોન ચાલુ રખાવી પિન એન્ટર કરવા કહી પીન નંબર લઈને ફરી તેઓ બ્લોક થયેલા એટીએમ મશીનને કાઢીને તેમાંથી પૈસા ઉપાડી લેતા હતા. સમગ્ર મામલે એક સગીરા બાળકી સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે__એસ.કે રાય (ડીવાયએસપી)

મીઠી મીઠી વાતો કરી પીન નંબર જાણી:આ ટોળકી એ ટાર્ગેટ કરેલા એટીએમ મશીનમાં નાણા ઉપાડવા આવેલા ઈસમો નું કાર્ડ ફસાવા બાબતે 16 વર્ષીય સગીરા મદદ કરવાના બહાને લઈને મીઠી મીઠી વાતો કરી પીન નંબર જાણી લેતી હતી. જોકે કર્ડ એટીએમ માંથી બહાર નહીં નીકળતા નાણા ઉપરનાર ત્યાંથી નીકળી જાય છે. પણ એના પીન નંબર જાણનાર 16 વર્ષીય સગીરા એક પછી એક ખાતામાં જેટલા પણ રૂપિયા હોય તેનો સફાયો કરી દેતી હતી.

આ પણ વાંચો Navsari News : બીજેપીએ એન્ટ્રી કરતા સહકારી બેંકની ચૂંટણીમાં રાજકારણ ગરમાયું

ભેજાબાજો મૂળ ઝારખંડના:ટોળકીએ ટાર્ગેટ કરેલા નવસારીના છનાભાઈ વણકર. જેમણે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસને આ ટોળકીને પકડવા તેજવીજ તો હાથ ધરી હતી. પરંતુ પલસાણા પોલીસને હાથ આ ટોળકી હાથમાં આવી જતા સફળતા મળી છે. મહત્વનું છે કે 16 વર્ષીય સગીરા સાથે મોટી ટોળકી રચી આ કાવતરું કર્યું હોવાનું તેમણે પોલીસને જણાવ્યું હતું. આ સગીરાને બાળ સુધાર ગૃહમાં મોકલી દેવાઇ છે. બાકીના આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. વધુમાં પૂછપરછમાં કરતા સામે આવ્યું છે કે, આ ભેજાબાજો મૂળ ઝારખંડના જામતારાના છે. જમતારાના લોકો વિશે એવું માનવામાં આવે છે કે આવી ચીટીંગ માટે જમતારા કુખ્યાત છે. ગુજરાત ઉપરાંત બહારના રાજ્યોમાં પણ જમતારાથી ચાલતા ચીટીંગના કેન્દ્રએ હાહાકાર મચાવ્યો છે.મહત્વનું છે કે ઠગ ટોળકીના સભ્યોમાં એક 16 વર્ષીય કિશોરી પણ સામેલ છે.

કિશોરીને બાળ સુધાર ગૃહ મોકલવામાં આવી:માસ્ટર માઈન્ડકિશોરીને વડોદરા બાળ સુધાર ગૃહમાં મોકલવામાં આવી છે. ઠગ ટોળકી ઝડપાતા નવસારી, વલસાડ, અંકલેશ્વર, ભરૂચ, સુરતમાં ઠગાઈની ફરિયાદ ઉકેલાઈ ભોગ બનનાર છનાભાઇના જણાવ્યા અનુસાર મારી સાથે જે ફ્રોડ થયો છે. તે બાળકીને જોતા મને લાગતું ન હતું કે એ આટલી મોટી માસ્ટર માઈન્ડ હશે. તેઓનું આટલું મોટું રેકેટ ચાલતું હશે. જેણે મને ભોળવીને મારો પીન નંબર લઈને ₹35,000 ઉપાડી લીધા. આ બાબતની ફરિયાદ મેં પોલીસ સ્ટેશનમાં આપી હતી.

ABOUT THE AUTHOR

...view details