ગુજરાત

gujarat

ETV Bharat / state

શહેરમાં ફરી બેકાબુ ટ્રકે વાહન ચાલકને અડફેટે લેતા સર્જાયો ગંભીર અકસ્માત - Etv Bharat Gujarat navsari akshmat

શહેરમાં ફરી બેકાબૂ ટ્રકે મહિલા વાહન ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત કરી ટ્રક ચાલક ટ્રક મુકી ફરાર થયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે.

શહેરમાં ફરી બેકાબુ ટ્રકે વાહન ચાલકને અરફેટે લીતા ગંભીર અકસ્માત
શહેરમાં ફરી બેકાબુ ટ્રકે વાહન ચાલકને અરફેટે લીતા ગંભીર અકસ્માત

By

Published : Nov 28, 2022, 4:04 PM IST

નવલારી:ટ્રાફિકની સમસ્યા નું ભારણ દરેક શહેરમાં કુદકે ને ભૂસકે વધતું જાય છે. ત્યારે ટ્રાફિકોના ભારણના કારણે એકસીડન્ટના બનાવો પણ બનતા હોય છે. ત્યારે ટ્રાફિકના નિયમોની જાગૃતિ માટે શહેરમાં અલગ અલગ કાર્યક્રમો પણ કરવામાં આવે છે. તેમ છતાં અવારનવાર શહેરમાં અકસ્માતના બનાવો બનતા હોય છે. નવસારી શહેરમાં આવેલા લુંસિકુઈ વિસ્તાર જે ટ્રાફિકથી ભરચક વિસ્તાર હોય આ વિસ્તારના મુખ્ય માર્ગ પર સ્ટેશન તરફ જઈ રહેલા ટ્રક ચાલકે જમાલપુર તરફ જઈ રહેલી વાહન ચાલક દર્શના આહિરને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મહિલા માથાના ભાગે ગંભીર રીતે ઇજા થઈ હતી.

મહિલાને ગંભીર ઇજાઓ પહોચી આ મહિલાનું વાહન ટ્રકના આગલા વિલમાં આવી ગયું હતું. વાહનનો કચરણ ઘાણ થઈ ગયો હતો, પણ સદ નસીબે મહિલાનો જીવ બચી ગયો હતો. લોકોનું ટોળું ત્યાં ભેગું થતા અકસ્માત કરીને ટ્રક ડ્રાઇવર ટ્રક મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી સમગ્ર ઘટનાની જાણ થતા ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details