- નવસારી જિલ્લામાં 124 લોકો થયા કોરોના પોઝિટિવ
- નવસારીમાં કુલ 1,173 એક્ટિવ કોરોના દર્દીઓ સારવાર હેઠળ
- આરોગ્ય વિભાગના ચોપડે આજે વધુ 7 લોકોના મૃત્યુ નોંધાયા
નવસારીઃજિલ્લા માટે સારા સમાચાર આવ્યા છે. કોરોનાથી સ્વાસ્થ થનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે. જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી કોરોના પોઝિટિવ કેસ કરતાં કોરોનાને હરાવનારા દર્દીઓની સંખ્યામાંં વધારો થયો છે. નવસારીમાં આજે કોરોનાને હરાવતા તેમને રજા આપવામાં આવી હતી. જ્યારે વધુ 124 લોકો સંક્રમિત થયા છે. જ્યારે આરોગ્ય વિભાગના ચોપડે આજે વધુ સાત લોકોના કોરોનાને કારણે મૃત્યુ નોંધાયા છે.
નવસારીમાં આજે 150 લોકોએ કોરોનાને માત આપી સ્વસ્થ થયા આપણ વાંચોઃડાંગ જિલ્લા કોરોનાં અપડેટ 24 કલાકમાં કોરોનાના 10 નવા કેસો નોંધાયા
નવસારી જિલ્લામાં કુલ 4,363 દર્દીઓએ કોરોના સામે જીત મેળવી
નવસારી જિલ્લામાં દિવસે દિવસે કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે પરંતુ તેની સામે ત્રણ દિવસોથી થોડી રાહ જોવાઇ રહી છે. નવસારી જિલ્લામાં આજે 124 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા હતા, જેની સામે કોરોનાને હરાવનારા દર્દીઓની સંખ્યા 150 રહી હતી. જેની સાથે જિલ્લામાં 1,173 એક્ટિવ કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે આરોગ્ય વિભાગના ચોપડે આજે ગણદેવી તાલુકામાં 5 અને નવસારી તથા ખેરગામ તાલુકામાં એક દર્દીએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો હતો.
આપણ વાંચોઃ નવસારીમાં કોરોના રિકવરી રેટમાં વધારો, બે દિવસથી કોરોનાને મ્હાત આપતા દર્દીઓની સંખ્યામાં વધારો
નવસારી જિલ્લામાં કુલ 4,363 દર્દીઓએ કોરોના સામે જીત મેળવી
નવસારી જિલ્લામાં આજે 124 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા હતા. જેની સામે કોરોનાને હરાવનારા દર્દીઓની સંખ્યા 150 રહી હતી. જેની સાથે જિલ્લામાં 1,173 એક્ટિવ કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે આરોગ્ય વિભાગના ચોપડે આજે ગણદેવી તાલુકામાં 5 અને નવસારી તથા ખેરગામ તાલુકામાં એક-એક દર્દીએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો હતો.