નવસારી:હવામાન વિભાગની આગાહી ધ્યાને લઈ ગુજરાતના તમામ દરિયા કિનારાઓ પર સંભવિત વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ દરીયા કિનારા ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ખાસ કરીને કાંઠા વિસ્તારના ગામોમાં લોકોને પણ દરિયા કિનારે ન જવા માટે અપીલ કરાય છે. નવસારી જિલ્લાના બીલીમોરા ના માછીવાડ ધોલાઈ સહિતના વિસ્તારોમાં ખલાસીઓને દરિયોમાં ખેડવા સૂચના અપાઈ છે . તમામ અધિકારીઓને પોતાનું હેડકવાટર ન છોડવા કલેકટર દ્વારા સૂચના અપાય છે. આ સાથે જ જે માછીમારો દરિયામાં માછીમારી કરવા ગયા છે તેમને પણ પરત બોલાવવાની કામગીરી કરાઈ રહી છે. નવસારી જિલ્લા નાયબ કલેકટર અને તેમની ટીમ દ્વારા આ અંગે સતત મોનિટરિંગ કરીને સંભવિત વાવાઝોડાની પહેલા તમામ કામગીરીને આખરી ઓપ અપાયો છે.
Biporjoy Cyclone: વાવાઝોડાને પગલે નવસારી વહીવટી તંત્ર દ્વારા જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું - Biporjoy Cyclone live update
Biporjoy Cyclone live update: નવસારીમાં બીપરજોઈ વાવાઝોડાની સંભાવનાને જોતા નવસારી જિલ્લા તંત્ર એ જાગૃતિ અભિયાન હાથ ધર્યું. જેમાં નવસારીના 52 કિલોમીટર લાંબા દરિયાકાંઠાના 16 ગામોને એલર્ટ કરવામાં આવ્યા. કાંઠા વિસ્તારના 16 ગામોમાં અધિકારીઓ દ્વારા ગ્રામિણો સાથે બેઠક કરી વાવાઝોડા સમયે કેવા પગલાં અને તકેદારી રાખવી તેની માહિતી આપવામાં આવી સાથે જાગૃતિ માટે દરેક ગામડાઓમાં રીક્ષા ફેરવવામાં આવી.
જાગૃતિ અભિયાન: નવસારીમાં બીપરજોઈ વાવાઝોડાની સંભાવનાને જોતા નવસારી જિલ્લા તંત્ર એ પણ જાગૃતિ અભિયાન હાથ ધર્યું છે જેમાં નવસારીના 52 કિલોમીટરના દરિયા કાંઠેના 16 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે જેમાં ગણદેવીના છ અને જલાલપુરના 10 મળી કુલ 16 ગામોમાં વર્ગ એકના અધિકારીઓને નિયુક્ત કરવામાં આવ્યા છે જેમાં અધિકારીઓ દ્વારા કાંઠા વિસ્તારના ગામોમાં જઈ ગ્રામીણનો સાથે બેઠક કરી વાવાઝોડાના સમયે કેવી તકેદારી રાખવી અને ગ્રામજનો દરિયા કિનારે ના જાય તેવી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે તો બીજી તરફ ગણદેવી જલાલપુર વિસ્તાર તેમજ કાંઠા વિસ્તારના ગામડાઓમાં તંત્ર દ્વારા રીક્ષા ફેરવીને વાવાઝોડા ના સમયે કેવી તકેદારી રાખવી તેવી જાગૃતિના પ્રયાસ પણ કરવામાં આવ્યા છે હાલ તો નવસારી જિલ્લા તંત્ર જાગૃતિ અભિયાન ચલાવવાની સાથે વાવાઝોડાની અસરની સંભાવના ઉપર ચાંપતી નજર રાખી બેઠું છે
ડિઝાસ્ટર મામલતદાર મૃણાલદાનએ જણાવ્યું હતું કે, વાવાઝોડાને પગલે વહીવટી તંત્ર દ્વારા તમામ તકેદારીના પગલાં સાથે જાગૃતિ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે દરિયાઈ પટ્ટીના તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે જ્યાં ક્લાસ વન અધિકારીઓ ત્યાં નોડલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે અને તકેદારીના ભાગરૂપે દરેક ગામની વિઝીટ કરી સરપંચો અને ગામના આગેવાનોને આગળ રાખી વાવાઝોડાના સમયે કેવી તકેદારી રાખવી તેની માહિતી આપી રહ્યા છે જેથી વહીવટી તંત્ર દ્વારા વાવાઝોડાને લઈને ચાપતી નજર રાખવામાં આવશે.