નવસારીઃ અમદાવાદના કુખ્યાત આરોપી અને પેરોલ જંપ કરી ભાગેલા આરોપીને તેના જ આરોપી મિત્રોએ નવસારીના ચીખલી-વાંસદા રોડનાં માણેકપોર ગામની મેમુના હોટલની પાછાળ હત્યા કરી, તેના મૃતદેહને દાટીને ફારાર થયા હતા. 40 દિવસ બાદ અમદાવાદ SOGની ટીમે આરોપીને પકડવા અંગે સમગ્ર મામલો હત્યારા આરોપી મિત્રની પૂછરપછમાં બહાર આવતા અમદાવાદ પોલીસે, હત્યારા આરોપીને સાથે રાખી ચીખલી પોલીસની મદદથી મૃતક આરોપીની મૃતદેહને ખોદીને બહાર કાઢી હતી. સમગ્ર મામલે ચીખલી પોલીસે ત્રણ આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી એકની અટકાયત કરી હતી, જયારે બન્નેને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.
અપહરણ, ફાયરીંગ, હત્યાનો પ્રયાસ, લૂંટ જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલો અમદાવાદના ઓઢવનો ચિંતન ઉર્ફે સીકે કમલેશ શાહ તેના જ ગુનેગાર મિત્રોનાં હાથે યમધામ પહોંચ્યો હતો. સમગ્ર પ્રકરણ પેરોલ જંપ કરી ભાગેલા ચિંતન શાહને પકડવા પહોંચેલી હતી. અમદાવાદ SOG પોલીસની તપાસમાં ખુલતા અમદાવાદ અને નવસારી પોલીસ દોડતી થઇ છે. અમદાવાદ પોલીસે બાતમીના આધારે ચિંતનના મિત્ર સાગર પટેલને પકડી, તેની પૂછપરછ કરતા, સાગરે ચિંતનની હત્યા કરી દાટી દીધી હોવાની કબુલાત કરી હતી. જેથી અમદાવાદ SOG પોલીસે સાગર અને ચીખલી પોલીસને સાથે રાખી માણેકપોર ગામે આવેલી મેમુના હોટલની પાછળથી રીઢા ગુનેગાર ચિંતન ઉર્ફે સીકેની મૃતદેહને હત્યાના 40 દિવસ બાદ ડી-કંપોઝ હાલતમાં બહાર કાઢી પેનલ પીએમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી હતી.