ગુજરાત

gujarat

ETV Bharat / state

કોર્ટની ચાલુ કાર્યવાહીએ આરોપીએ મહિલા જજ પર પથ્થર વડે કર્યો હૂમલો - Threw Stone At The Woman Judge

નવસારી સેશન્સ કોર્ટના (navsari Sessions Court) ત્રીજા અધિક જિલ્લા સેશન્સ જજ ઉપર આજે ચાલુ કોર્ટમાં મારામારીના આરોપીએ છુટ્ટો પથ્થર ફેંક્યો (Accused Of Half murder Threw Stone at Judge) હતો. જો કે સદ્દનસીબે મહિલા જજને વાગ્યુ ન હતુ. સમગ્ર ઘટનાને નવસારી જિલ્લા બાર એસોસીએશન દ્વારા વખોડી (navsari bar association Condemn the incident) હતી.

Accused Of Half murder Threw Stone at Judge
Accused Of Half murder Threw Stone at Judge

By

Published : Dec 30, 2022, 4:11 PM IST

Updated : Dec 30, 2022, 4:49 PM IST

નવસારીમાં ચાલુ કોર્ટે જજ પર હુમલો

નવસારી:સેશન્સ કોર્ટમાં (navsari Sessions Court) આજે સવારે 11:30 વાગે થર્ડ એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ પર આરોપીએ કોર્ટ કાર્યવાહી દરમિયાન છુટ્ટો પથ્થર ફેંક્યો (Accused Of Half murder Threw Stone at Judge) હતો. જોકે, સબનસીબે મહિલા જજને પથ્થર વાગ્યો નહોતો. આ વાત કોર્ટ પરિસરમાં ફેલાતા આરોપી પર ફિટકાર વરસવા સાથે નવસારી બાર એસોસિએશનને સમગ્ર ઘટનાને વખોડી (navsari bar association Condemn the incident) હતી.

સદનસીબે પથ્થર વાગ્યો નથી:નવસારી જિલ્લા સેશન્સ કોર્ટના અધિક ત્રીજા જિલ્લા સેશન્સ જજ એ. આર. દેસાઈની (District Sessions Judge A. R. Desai) કોર્ટમાં આજે વર્ષ 2019 માં નવસારીના કબીલપોર ખાતે મારામારી અને હત્યાના પ્રયાસના આરોપી ધર્મેશ ઉર્ફે સુખદેવ ઉર્ફે કાળિયો ગુલાબ રાઠોડને અંદાજે 11:30 વાગ્યે રજૂ કરવામાં આવ્યો હતો. દરમિયાન ધર્મેશ રાઠોડે ચાલુ કોર્ટ કાર્યવાહી દરમિયાન પોતાના ખિસ્સામાંથી પત્થર કાઢી મહિલા જજ એ. આર. દેસાઈ ઉપર છુટ્ટો ફેંક્યો (Accused Of Half murder Threw Stone at Judge) હતો. સદ્દનસીબે પત્થર મહિલા જજની બાજુમાંથી નિકળી જતા, તેઓને વાગ્યો ન હતો અને પાછળની દિવાલ સાથે અથડાયો હતો. સમગ્ર ઘટનામાં પોલીસ જાપ્તા દ્વારા આરોપીને કોર્ટમાં હાજર કરતા પૂર્વ ચકાસ્યો ન હોવાની વાત સામે આવી હતી. જ્યારે આરોપી ધર્મેશે અગાઉ પણ નીચલી કોર્ટના જજ એમ. એ. શેખ ઉપર છુટ્ટી ચપ્પલ ફેંકી હતી, ત્યારે પણ જજ બચી ગયા હતા. સમગ્ર મુદ્દે નવસારી જિલ્લા બાર એસોસીએશન દ્વારા વખોડી કાઢવામાં આવી (Accused Of Half murder Threw Stone at Judge) છે.

આ પણ વાંચોવડોદરામાં 10 કરોડનું ફૂલેકું ફેેરવનારા 'મિસ્ટર નટવરલાલ'ના વધુ 5 દિવસના રિમાન્ડ મંજૂર

બાર એસોસીએશને ઘટનાને વખોડી: સિનિયર વકીલ પ્રતાપસિંહ મહિડાએ જણાવ્યું (Senior Advocate Pratap Singh Mahida) હતું કે પોલીસ જાપ્તાએ આવા ગંભીર ગુનાના આરોપી હોવાથી સભાન રહેવું જોઈએ અને કોર્ટમાં હાજર કરતા પૂર્વ યોગ્ય ચકાસણી કરવી જોઈએ. આ હુમલો ન્યાયાલય અને ન્યાય પ્રક્રિયા સાથે જોડાયેલા લોકો પર છે અને કાયદો વ્યવસ્થા જાળવવા મુદ્દે સંબંધિતો ગંભીરતાથી ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરે, એવી આશા વ્યક્ત કરી (Accused Of Half murder Threw Stone at Judge) હતી.

આ પણ વાંચોક્રિપ્ટો કરન્સીમાં રોકાણની લાલચ આપી બિલ્ડર સાથે 36 લાખની છેતરપિંડી, આરોપી ઝડપાયો

અગાઉ પણ આરોપીએ જજ ઉપર ચપ્પલ ફેક્યું હતું:આરોપીએ જેલમાંથી પથ્થર પોતાના ખિસ્સામાં મૂક્યો હતો અને જેલ જપ્તાની નજર ચૂકવીને કોટરૂમ સુધી પથ્થર લઈ ગયો હતો. આ સમગ્ર મુદ્દે જેલ જાપ્તાએ પણ આરોપીની ચકાસણી કરવી જોઈતી હતી તેવી વાત પરિસરમાં ચર્ચા રહી છે. અગાઉ આ જ આરોપીએ જો જજ ઉપર ચપ્પલ મારીને હુમલો કર્યો હોય તેવા આરોપીને ચકાસણી થવી જોઈએ તેવી વાત પણ ચર્ચા રહી છે.

Last Updated : Dec 30, 2022, 4:49 PM IST

ABOUT THE AUTHOR

...view details