નવસારી :જિલ્લામાં નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા વેસ્મા ગામ નજીક ગમખ્વાર અકસ્માત (Accident near Vesma village in Navsari) સર્જાયો હતો. કાર અને બસ વચ્ચે થયેલા આ અકસ્માતમાં 9 લોકોના કરુણ મોત (9 people died on the spot) થયા છે. માહિતી મુજબ કારમાં સવાર 8 યુવાનો અનેડ્રાઈવરનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. બસ ડ્રાઈવરનુ પણ અકસ્માત અને હાર્ટ એટેકને કારણે મોત થયું હતું. (Accident at Vesma village of Navsari) ઘટનાને પગલે વડાપ્રધાન મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટના માધ્યમથી ભોગબનનાર માટે રાહત જાહેર કરી અને સંવેદના પાઠવી હતી.
અકસ્માતમાં 9 લોકોના મોત : નવસારી જીલ્લા પોલીસ વડાના જણાવ્યા મુજબ પૂરપાટ દોડતી ફોર્ચ્યુંનર કાર ડીવાઈડર કૂદીને સામેના ટ્રેક પર જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ફોર્ચ્યુંનર કારમાં સવાર 8 યુવાનો અનેડ્રાઈવરનુ ઘટના સ્થળે જ કમકમટીભર્યા મોત થયા હતા. બસ ડ્રાઈવરનુ પણ અકસ્માત અને હાર્ટ એટેકને કારણે મોત થયું હતું. લક્ઝરી બસ સુરતથી વલસાડ તરફ જઈ રહી હતી. બસમાં સવાર 30 લોકોને નાની મોટી ઈજા થતા નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાંથી 22 ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોને નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.