ગુજરાત

gujarat

ETV Bharat / state

એંધલ ગામે હાઇવે પર ટેમ્પો અને ટેન્કર વચ્ચે ટક્કર, અકસ્માત CCTV ફૂટેજમાં કેદ - નેશનલ હાઈવે

નવસારી નેશનલ હાઇવે નંબર-48 પર ગણદેવીના એંધલ ગામ નજીક બે દિવસ અગાઉ કેરી ભરીને સુરત જતા ટેમ્પોને ટેન્કરે ટક્કર મારતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. અકસ્માતમાં ટેમ્પોમાં સવાર મકવાણા પરિવારના વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે પરિવારના ચાર સદસ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જો કે ટેમ્પો ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત થયો હોવાનું ગણદેવી પોલીસના ચોપડે નોંધાયું હતું.

હાઈ-વેના ગોઝારા અકસ્માતમાં વૃદ્ધાનું મોત, ચાર ઈજાગ્રસ્ત
હાઈ-વેના ગોઝારા અકસ્માતમાં વૃદ્ધાનું મોત, ચાર ઈજાગ્રસ્ત

By

Published : May 22, 2021, 9:22 AM IST

  • ચીખલીથી મકવાણા પરિવાર કેરી ભરેલા ટેમ્પોમાં સુરત જઈ રહ્યો હતો
  • હાઈ-વેના ગોઝારા અકસ્માતમાં વૃદ્ધાનું મોત, ચાર ઈજાગ્રસ્ત
  • ટેમ્પો ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત થયો હોવાનું પોલીસ ચોપડે નોંધાયું હતું

નવસારી:મૂળ ભાવનગરના અને સુરત ખાતે રહેતા જગદીશ મકવાણાનો પરિવાર આંબાવાડી ભાડે રાખી કેરીની સિઝનમાં કેરીનો વેપાર કરે છે. જગદીશ અને તેમનો પરિવાર બે દિવસ અગાઉ ચીખલીના આછવણી ગામે આંબાવાડીમાંથી ટેમ્પોમાં કેરી ભરી સુરત જઈ રહ્યો હતો. એ દરમિયાન નેશનલ હાઇવે નંબર-48 પર ગણદેવી તાલુકાના એંધલ ગામ નજીક જગદીશનો ટેમ્પો ડિવાઇડર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને ટેમ્પો પલટી મારી જતા કેબિનનો ખુરદો બોલી ગયો હતો. જેમાં ટેમ્પોમાં સવાર ટેમ્પો ચાલક જગદીશ મકવાણા, રત્નાબેન મકવાણા, પ્રભાબેન મકવાણા, કૈલાશબેન મકવાણા અને સુમિત મકવાણા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને ચીખલીની આલીપોર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ચીખલીથી મકવાણા પરિવાર કેરી ભરેલા ટેમ્પોમાં સુરત જઈ રહ્યો હતો

આ પણ વાંચો: મોડાસામાં અકસ્માતની ઘટનામાં જિલ્લા પોલીસ વડાએ DYSPને તપાસ કરવા આદેશ આપ્યો

પોલીસ તપાસમાં CCTV ફૂટેજ મળતા અકસ્માતની સામે આવી હકીકત

હોસ્પિટલમાં સારવાર દરમિયાન 65 વર્ષીય રત્નાબેન મકવાણાનું મોત થયું હતું. જ્યારે અન્ય ચાર સદસ્યોને ચીખલી અને સુરતની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. સમગ્ર પ્રકરણમાં ગણદેવી પોલીસે ટેમ્પો ડિવાઈડર સાથે ભટકાતા અકસ્માત થયો હોવાની ફરિયાદ નોંધી હતી. પરંતુ પોલીસ તપાસમાં આજે જ્યારે કેરી ભરેલા ટેમ્પોને ટેન્કરે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હોવાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેથી ડિવાઈડર સાથે ટેમ્પો અથડાયો હોવાની પોલીસની થિયરી ખોટી પડી છે. જેથી ગણદેવી પોલીસે CCTV ફૂટેજ મળ્યા બાદ અજાણ્યા ટેન્કરચાલક સામે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: અકસ્માત કાર ચગદાઇ જતાં ત્રણ લોકોનું ઘટના સ્થળે જ થયું મોત

ABOUT THE AUTHOR

...view details