ગુજરાત

gujarat

ETV Bharat / state

આકરા તાપમાં રામબાણ: આહીર સમાજે બનાવ્યા ખાદીના માસ્ક - mask news

નવસારીના આહીર સમાજે ઉનાળાની આકરી ગરમીમાં પણ માસ્કથી ગરમી ન થાય એવા હેતુથી ખાદીના માસ્ક બનાવડાવી જરૂરિયાતમંદોને વિનામુલ્યે આપવાનું આયોજન કર્યુ છે.

આહીર સમાજે બનાવ્યા ખાદીના માસ્ક
આહીર સમાજે બનાવ્યા ખાદીના માસ્ક

By

Published : Apr 24, 2020, 8:59 PM IST

Updated : Apr 25, 2020, 12:28 PM IST

નવસારી: કોરોનાની મહામારીથી બચવા સ્વચ્છતાની સાથે જ મોઢે માસ્ક કવચની ગરજ સારે છે. જેમાં મેડિકલ માસ્ક મોંઘા હોવા સાથે જ યુઝ એન્ડ થ્રો પ્રકારના હોય છે. ત્યારે નવસારીના આહીર સમાજે ઉનાળાની આકરી ગરમીમાં પણ માસ્કથી ગરમી ન થાય એવા હેતુથી ખાદીના માસ્ક બનાવડાવી જરૂરિયાતમંદોને વિનામુલ્યે આપવાનું આયોજન કર્યુ છે.

કોરોનાની મહામારી અટકવાને બદલે દિવસે દિવસે વધી રહી હોય એવી સ્થિતિ બની છે. જોકે કોરોનાથી બચવા સરકાર દ્વારા લોકડાઉનની સાથે લોકો સોશિયલ ડિસ્ટનસિંગનુ પાલન કરે અને સાથે જ સ્વરક્ષણની સમજણ કેળવે એવા પ્રયાસો થઈ રહ્યા છે.

ખાસ કરીને ઘરની બહાર નીકળતા પૂર્વે મોઢા ઉપર માસ્ક પહેરવુ ફરજિયાત કરવામાં આવ્યું છે અને માસ્ક ન હોય તો દંડની પણ જોગવાઈ કરાઈ છે. જેને કારણે લોકો માસ્ક પહેરતા થયા છે, પણ બજારમાં મળતા મેડિકલ માસ્ક એકવાર ઉપયોગ કર્યા પછી ફેંકી દેવા પડે છે અથવા સારી ક્વોલિટીના માસ્ક હોય તો તેનો બે કે ત્રણ વાર ઉપયોગ કરી શકાય છે. જે ગરીબ અને મધ્યમ વર્ગને માટે મોંઘા સાબિત થઈ રહ્યા છે, જેથી હવે લોકો ઘરેલુ કાપડના માસ્ક બનાવતા થયા છે અને એનો ઉપયોગ પણ વધી રહ્યો છે.

હાલ ઉનાળાની ગરમી 42 ડિગ્રીને પણ આંબી રહી છે, ત્યારે માસ્કના કારણે મોઢાને બફારો ન થાય એનું પણ લોકો ધ્યાન રાખી રહ્યા છે. નવસારી જિલ્લા આહીર સમાજ દ્વારા આકરા તાપમાં માસ્કને કારણે ગરમી ન થાય તેમજ બાફરાને કારણે શ્વાસોશ્વાસની ક્રિયામાં તકલીફ ન પડે એનું ધ્યાન રાખી ખાદીના કાપડમાંથી 3 હજારથી વધુ માસ્ક બનાવડાવ્યા છે. સાથે જ લોક ડાઉનના કપરા સમયમાં વિજલપોરના દરજી પરિવારને પણ આર્થિક મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો છે. આ ખાદીના માસ્કને જરૂરિયાતમંદોને વિનામુલ્યે વિતરીત કરવામાં આવશે.

આહીર સમાજે બનાવ્યા ખાદીના માસ્ક
Last Updated : Apr 25, 2020, 12:28 PM IST

ABOUT THE AUTHOR

...view details