નવસારીઃ જેમાં સારવાર દરમિયાન બે મહિલાઓ ના મોત પોલીસે બસ ડ્રાઇવરની ફરિયાદને આધારે ગફલત ભરી રીતે હંકારતા પીકઅપ ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરીBody:હાલ આદિવાસી વિસ્તારોમાં મહુડા ની ડોડીમાંથી તેલ કાઢવાની સિઝન ચાલતી હોય તેથી તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના અમોનિયા ગામના 20 જેટલા લોકો પીકપ વનમાં વાસદા ખાતે મગદોળીનું તેલ કઢાવવા માટે ધાણી મિલે આવ્યા હતા.
બસને ટક્કરઃ જેવો પરત ફરતી વેળાએ મળસ્કે ચાર વાગ્યે વાંસદા તાલુકાના ચારણ વાળા ગામ પાસેથી તેઓની મુસાફરો ભરેલી પીકપવાન (નં- જીજે - 26- ટી -6283)ગફલત ભરી રીતે રોંગ સાઈડ આગળ વધી રહી હતી તે દરમિયાન પિકપવાને ડિવાઇડર ના કટમાંથી પૂર ઝડપે રસ્તો ઓળંગતી વેળાએ જ સામેથી આવતી કડીથી નાસિક જતી (નં - જીજે -18- ઝેડ- 9146)એસટી બસ ના ડ્રાઈવરે બસની બ્રેક મારી કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પાછલા ભાગે જોરદાર ટક્કર થતા પીકઅપ વાન પલટી મારી જતા તેમાં બેસેલા લોકો નીચે પટકાયા હતા.
હોસ્પિટલ ખસેડાયાઃ રસ્તા પર લોહી-લુહાણ હાલતમાં પડ્યા હતા જેમાં 20 મુસાફરો માંથી 18 ને સામાન્ય ઇજા થઈ હતી જેઓને તાત્કાલિક સ્થાનિકોની મદદથી 108 એમ્બ્યુલન્સ ને બોલાવી ઇજાગ્રસ્તોને વાંસદા કોટેજ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બે મહિલાઓ સઈજીબેન ધીરુભાઈ કોંકણી અને નીરૂબેન કનુભાઈ કોકણીને ગંભીર ઇજાઓ થતા વધુ સારવાર આપવામાં આવી હતી.
મહિલાનું મોતઃ જ્યાં સારવાર દરમિયાન બંને મહિલાનું મોત થયું હતું ઘટનાની જાણ થતા મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચી ને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ અધિકારી બીજે ચૌધરીનાઓ જોડે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે સમગ્ર ઘટનામાં 18 લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે. બે મહિલાઓના મોત થયા છે. ઘટનાને ધ્યાને લઈ એસટી બસ ચાલક લગધીરભાઈ દેસાઈની ફરિયાદને આધારે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી પીકઅપ ચાલકની ધરપકડ કરી હતી. આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
- નવસારી જિલ્લામાં smc અને cid ક્રાઇમ ની ટીમોની મોટી રેડ 4.35 લાખનો દારૂ ઝડપી પાડ્યો
- ચોરીની તપાસ કરતા નવસારી RPF જવાનનું કિસાન એક્સપ્રેસ ટ્રેનની અડફેટે મોત