ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારીમાં કોરોના વિસ્ફોટ, ગુરુવારે વધુ 75 પોઝિટિવ કેસ નોંધાયા - આરોગ્ય વિભાગ

નવસારી જિલ્લામાં ગુરુવારે કોરોનાના એક સાથે 75 કેસ નોંધાયા હતા. જ્યારે 126 દિવસ બાદ એક મૃત્યુ આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયું હતું. જિલ્લામાં કુલ 2,184 પોઝિટિવ કેસ અને 103 મોત થયા છે.

Navsari news
Navsari news

By

Published : Apr 16, 2021, 7:07 AM IST

Updated : Apr 16, 2021, 2:02 PM IST

  • કોરોના સામે જંગ જીતનારા 17 લોકોને અપાઈ રજા
  • આરોગ્ય વિભાગના ચોપડે 126 દિવસો બાદ નોંધાયું મોત
  • જિલ્લામાં 375 એક્ટિવ કેસો સારવાર હેઠળ

નવસારી: જિલ્લામાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ સામે આવ્યુ છે. જિલ્લામાં ગુરુવારે રેકોર્ડ બ્રેક એક સાથે 75 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે 126 દિવસ બાદ કોરોનાથી એક મૃત્યુ આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયું છે. જેની સાથે જ જિલ્લામાં કોરોનાથી 103 લોકોએ જીવ ગુમાવ્યો છે.

ઈન્ડોર વિભાગ

આ પણ વાંચો :ગીર સોમનાથ જિલ્લામાં ગુરુવારે કોરોનાનાં 22 કેસ નોંધાયા, 4,008 લોકોને અપાઈ કોરોનાની રસી

નવસારીમાં કુલ 2,184 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા

નવસારીમાં એક વર્ષ બાદ કોરોનાનું સંક્રમણ ફરી વધ્યું છે અને તેની તાકાત ડબલથી પણ વધારે હોય એવી સ્થિતિ છે. જિલ્લામાં દિવસેને દિવસે કોરોના કેસમાં વધારો થવાની સાથે જ કોરોના રેકોર્ડ તોડી રહ્યો છે.

આ પણ વાંચો :કચ્છ કોરોના અપડેટ:15 એપ્રિલે 81 કેસ નોંધાયા, 3 લોકોના મોત

જિલ્લામાં કોરોનાને કારણે કુલ 103 લોકોના મોત નોંધાયા છે

ગુરુવારે નવસારી જિલ્લામાં એકી સાથે 75 કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે. જેની સાથે જિલ્લામાં 375 એક્ટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 17 દર્દીઓએ કોરોનાને હરાવતા તેમને રજા આપવામાં આવી હતી. જિલ્લામાં કોરોનાના કુલ કેસો 2,184 થયા છે. જ્યારે જિલ્લામાં ઘણા દિવસોથી આરોગ્ય વિભાગ કોરોના મોતના આંકડા છુપાવતું હોવાની ફરિયાદો વચ્ચે ગુરુવારે 126 દિવસો બાદ આરોગ્ય વિભાગના ચોપડે એક મોત નોંધાયું છે. જેની સાથે જ જિલ્લામાં કોરોનાને કારણે કુલ 103 લોકોના મોત નોંધાયા છે.

Last Updated : Apr 16, 2021, 2:02 PM IST

ABOUT THE AUTHOR

...view details