નવસારી:નવસારીને અડીને આવેલા વિજલપોર ગામમાં વર્ષ 1959માં 11.50 લાખ ચોરસ ફૂટમાં ઉદ્યોગ નગર સ્થપાયું હતું, જેમાં 500 અને 1000થી વધુ વારના પ્લોટ હતા. ઉદ્યોગના વિકાસ માટે નવસારી ઉદ્યોગનગર સહકારી સંઘ લિમિટેડ (Navsari Udyognagar Sahakari Sangh Ltd) અસ્તિત્વમાં આવ્યું હતું. સંઘ દ્વારા ઉદ્યોગોના વિકાસ માટે રસ્તા, સ્ટ્રીટ લાઈટ, પાણી, ડ્રેનેજ તેમજ સફાઈની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં સંઘ દ્વારા ઉદ્યોગોને દિવસમાં ત્રણ વાર પાણી આપવામાં આવે છે. સાથે પાણી અને લાઈટ બન્નેનું ભીલ પણ સંઘ જ ભરતું આવ્યું છે.
પ્રતિ ચોરસ ફુટ એક રૂપિયાનો વધારો કરી 1.40 રૂપિયા વાર્ષિક વેરો કર્યો
વર્ષોથી ઉદ્યોગનગર સહકારી સંઘ (Navsari Vijalpore municipal area) ઉદ્યોગકારો પાસે પ્રતિ ચોરસ ફૂટના 40 પૈસા પ્રમાણે વાર્ષિક વેરો લેતુ આવ્યું હતું, જેમાં હાલમાં પ્રતિ ચોરસ ફુટ એક રૂપિયાનો વધારો કરી 1.40 રૂપિયા વાર્ષિક વેરો કર્યો છે. સતત વિકસતા રહેલા ઉદ્યોગનગરમાં આજે 108 મોટા યુનિટ અને 165 નાના યુનિટ કાર્યરત છે. હાલમાં જ અસ્તિત્વમાં આવેલી નવસારી- વિજલપોર નગરપાલિકા દ્વારા આપવામાં આવેલા મિલકત વેરામાં 42થી 65 ટકાનો વધારો (A tax dispute arose in Udyog Nagar) ઝીંકાતા ઉદ્યોગકારોમાં નારાજગી પ્રસરી છે.
નવસારી પાલિકાએ 8 વર્ષો બાદ હદ વિસ્તરણ થતાં વધાર્યો વેરો
નવસારી ઉદ્યોગનગર (Udyog Nagar Navsari) સહકારી સંઘ પ્રમાણે ગત વર્ષોમાં વિજલપોર નગરપાલિકા દર ત્રણ વર્ષે વેરામા ફક્ત 10 ટકાનો વધારો કરતી હતી પરંતુ નવસારી- વિજલપોર નગરપાલિકા બન્યા બાદ તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, નવસારી નગરપાલિકાએ આઠ વર્ષોથી વેરો વધાર્યો ન હતો પરંતુ હાલમાં જ વેરામાં ભારે વધારો કરવામાં આવતા ઉદ્યોગકારોમાં નારાજગી પ્રવર્તી રહી છે અને ઉદ્યોગકારોએ વેરો ઘટાડવામાં ન આવે તો વેરો ભરવાની પણ ના પાડી દીધી છે.