નવસારી: વિકસિત ગુજરાતમાં આદિવાસી બાહુલ્ય ધરાવતા ડાંગ જિલ્લાના ઘણા ગામો હજી પણ વિકસવાની કેડી શોધી રહ્યા છે. જ્યાં નવસારીના ડૉ. રાજન શેઠજીને ડાંગમાં આરોગ્ય કેમ્પ જે દરમિયાન, ડાંગના બાળકોને શિક્ષિત કરવાની જરૂર જણાઈ હતી. તેમણે ડાંગના ભદરપાડા ગામમાં શિક્ષણની અલખ જગાવી છે. ખાસ કરીને ડાંગની દીકરીઓમાં શિક્ષણ મેળવવાની ઉત્કંઠા જોઈ, તેમના માટે શિક્ષણની વ્યવસ્થા ઉભી કરી છે. આ સાથે જ ગામને વિકસિત કરવાનો પણ પ્રયાસ કર્યો છે. પરંતુ આદિવાસી દીકરીઓને શિક્ષણ થકી સમાજની મુખ્ય ધારામાં જોડાવાના વિચાર સાથે ડૉ. શેઠજી દ્વારા કન્યા શિક્ષણ પર બનાવાયેલી શોર્ટ ફિલ્મે દુનિયાને ડાંગની પરિસ્થિતિ અને દીકરીઓની શિક્ષણની લલક દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. જે શોર્ટ ફિલ્મે ડાંગને ભારતમાં જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઓળખ અપાવી છે.
ડાંગની દીકરીઓને શિક્ષિત કરવા બનાવી શોર્ટ ફિલ્મ, જેને મળ્યો સ્પેશ્યિલ ઍવોર્ડ
આદિવાસી બાહુલ્ય ધરાવતા ડાંગના અંતરિયાળ વિસ્તારમાં બાળકોને અને ખાસ કરીને દીકરીઓને શિક્ષિત કરવાનો નવસારીના ડૉક્ટરે પ્રયાસ કર્યો છે. જેમના દ્વારા ડાંગની સ્થિતિ દુનિયા સુધી પહોંચાડવા માટે કન્યા શિક્ષણને પ્રોત્સાહિત કરવા બનાવાયેલી શોર્ટ ફિલ્મને રાષ્ટ્રીય સ્તરે આયોજિત કેનવાસ શોર્ટ ફિલ્મ કોન્ટેસ્ટમાં સ્પેશ્યલ ઍવોર્ડ મળ્યો છે. આ સાથે જ ફિલ્મનું આંતરરાષ્ટ્રીય સ્તરે સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું.
ડાંગ
નવસારીના ડોક્ટરનો ડાંગના ભદરપાડામાં સેવા યજ્ઞ અને ખાસ કરીને આદિવાસી દીકરીઓને શિક્ષિત કરવાના પ્રયાસને કારણે આજે ભદરપાડામાંજ 400 આદિવાસી દીકરીઓ શિક્ષણ મેળવી રહી છે. જોકે, શોર્ટ ફિલ્મે આદિવાસી દીકરીઓની શિક્ષણ પ્રત્યેની ધગશને વિશ્વ ફલક પર ઉજાગર કરી છે.