- રહીશે Zomato ડિલિવરી બોયને એપાર્ટમેન્ટમાં જતાં રોક્યો હતો
- ડિલિવરી બોયે રહીશને સમજાવવા છતાં કરી મારામારી
- મારામારીના CCTV વિડિયો સોશિયલ મીડિયામાં થયાં વાયરલ
- ઝોમેટોના ડિલિવરી બોયને માર મારવાની ઘટનામાં હજી પોલીસ ફરિયાદ નહીં
નવસારીઃશહેરમાં હોટલ, રેસ્ટોરન્ટ, ખાણી-પીણીની લારીઓ પરથી લોકોના ઘર સુધી ફૂડ ડિલિવરી કરતી ઝોમાટો ( Zomato ) કંપનીનો એક ડિલિવરી બોય ગત રાતે નવસારી પારસી હોસ્પિટલની સામે આવેલા રાશિ મોલની બાજુમાં સ્થિત રાજહંસ કોરલ અપાર્ટમેન્ટમાં ફૂડ ડિલિવર કરવા ગયો હતો. એપાર્ટમેન્ટમાં પ્રવેશ કરતા જ ડિલિવરી બોયે એક સ્થાનિક રહીશને, જેને ડીલીવરી આપવાની હતી એનું એડ્રેસ પૂછ્યું હતુ. પરંતુ સ્થાનિક રહીશે ડિલીવરી બોયને રોક્યો હતો. સાથે જ તેની સાથે ઉદ્ધત વર્તન કરી તેને લિફ્ટમાં જતાં પણ રોક્યો હતો.
CCTV વીડિયો વાયરલ થયો
દરમિયાન અચાનક આવેશમાં આવી રહીશે ડિલિવરી બોયનો મોબાઈલ ફોન છીનવવાનો પ્રયાસ કર્યો હતો. જેથી ડિલિવરી બોયે રહીશને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રહીશ ન માન્યો અને તેણે ડિલિવરી બોય સાથે ઝપાઝપી કરવા માંડી હતી. જેથી ડિલિવરી બોયે સ્વબચાવમાં રહીશને સામે ધકેલ્યો હતો. દરમિયાન અન્ય એક રહીશ ઘટના સ્થળે પહોંચતા, તેણે બંનેને છોડાવવાનો પ્રયાસ કર્યો. જેમાં ડિલિવરી બોય સમજીને ત્યાંથી નીકળવા ગયો, ત્યારે માર મારનારા રહીશે તેને ફરી માર્યો હતો. સમગ્ર ઘટના અપાર્ટમેન્ટના સીસીટીવી (CCTV) માં કેદ થઈ હતી. જેના ફૂટેજ વીડિયો આજે સોશિયલ મીડિયામાં ( Video Viral ) વાઇરલ થતાં શહેરમાં ચકચાર મચી છે. જોકે સમગ્ર મુદ્દે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.
રહીશ અને ડિલિવરી બોય વચ્ચેના સીસીટીવી ફૂટેજ આ પણ વાંચોઃ
Zomato IPO: આજથી રોકાણ કરવાની તક મળશે, એન્કર રોકાણકારોએ 4,196 કરોડ રૂપિયા કર્યા ભેગા બંને પક્ષો વચ્ચે સમાધાન થયું - ટાઉન પોલીસ
વીડિયો વાયરલ ( Video Viral ) થયા બાદ નવસારી ટાઉન પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે ઝોમેટોના ( Zomato ) ડિલિવરી બોયને ફરિયાદ માટે બોલાવ્યો હતો. સાથે જ માર મારનાર અપાર્ટમેન્ટના રહીશને પણ બોલાવ્યો હતો. જોકે બંને વચ્ચે સમાધાન થયું હોવાની વાત સામે આવતા ડિલિવરી બોયે ફરિયાદ કરવાની ના પાડી હોવાનું નવસારી ટાઉન પોલીસના PI મયૂર પટેલે જણાવ્યું હંતુ.
આ પણ વાંચોઃ પરિણીતી ચોપડાએ ઝોમેટોને વિનંતી કરી, સત્ય જાહેરમાં જણાવો