ગુજરાત

gujarat

ETV Bharat / state

તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટેના અધૂરા બેનર ની તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ - undefined

નવસારી ખાતે તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટેના અધૂરા બેનરની તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોએ ટિપ્પણી કરી શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Gujarat navsari sarkari benar
Gujarat navsari sarkari benar

By

Published : Nov 28, 2022, 4:25 PM IST

નવસારી : હાલ ચૂંટણીનો માહોલ હોય વહીવટી તંત્ર દ્વારા મતદારોને મતદાન ની જાગૃતિ માટે માં પ્રયાસો કરવામાં આવતા હોય છે ત્યારે નવસારી શહેરમાં વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીમાં મતદાન જાગૃતતા ને લઈને શહેર ના અલગ અલગ વિસ્તાર માં જેવાકે કલેક્ટર કચેરી ખાતે, કાલિયાવાડી, લુનસીકુઈ , સર્કિટ હાઉસ પાસે,જુનાથાના સર્કલ પાસે, તીઘરા રોડ પાસે એમ શહેર ના અલગ અલગ વિસ્તાર માં મુખ્ય રોડ પર આ બેનરો માર્યા હતા આ બેનર માં સરકાર દ્વારા "મત આપવાનું ભૂલશો નહિ" ના બદલે ફક્ત "ભૂલશો નહિ " ના બેનરો લગાવવામાં આવતા આ બેનર ની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

સમગ્ર શહેરમાં ચર્ચાનું કેન્દ્રબન્યું હતું સોશિયલ મીડિયામાં આ તસ્વીર વાયરલ થતાં સરકારી વિભાગે સ્પષ્ટતા આપી હતી કે લોકોને મત આપવાની જાગૃતતા લાવવા માટે " મત આપવાનું ભૂલતા નહિ " તેવું વાક્ય હતું. પરંતુ આ અધૂરા બોર્ડને લઈને આ અધૂરા બોર્ડને લઈને આ તસ્વીર સમગ્ર શહેરમાં ચર્ચાનું વિષય બની હતી સોશિયલ મીડિયામાં લોકે એ આ બેનર ને લઈને સરકાર ની ચુટકી પણ લીધી હતી.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details