- ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ કરશે હોસ્પિટલનો શિલાન્યાસ
- 8 એકરમાં ફેલાયેલા એ. એમ. નાયક હેલ્થ કોમ્પલેક્ષમાં આકાર લેશે નિરાલી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ
- કેન્સર હોસ્પિટલની ભેટ મળ્યા બાદ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ બનાવવામાં આવશે
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આજે નવસારીમાં નિરાલી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનો કરશે શિલાન્યાસ - Nirali cancer hospital
L&Tના ચેરમેન પદ્મ વિભૂષણ અનિલ નાયકની સ્વર્ગસ્થ પૌત્રીની યાદમાં શરૂ કરવામાં આવેલા નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટના નેજા હેઠળ નિરાલી કેન્સર હોસ્પિટલની ભેટ મળ્યા બાદ નિરાલી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલની ભેટ મળશે. શુક્રવારના રોજ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ હોસ્પિટલનો શિલાન્યાસ કરશે.

L&Tના ચેરમેનની પૌત્રીની યાદમાં નવસારીમાં નિરાલી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ બનશે, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ કરશે શિલાન્યાસ
નવસારી: નવસારીના પનોતા પુત્ર અને ભારતની અગ્રણી કંપનીઓમાંની એક L&Tના ચેરમેન, પદ્મ વિભૂષણ અનિલ નાયકની પૌત્રીની યાદમાં નવસારીને નિરાલી કેન્સર હોસ્પિટલની ભેટ મળ્યા બાદ હવે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નિરાલી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલની ભેટ મળવા જઇ રહી છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુના હસ્તે શુક્રવારે હોસ્પિટલનો શિલાન્યાસ થશે. આ હોસ્પિટલ અનિલ નાયકની સમાજ ઉપયોગી સફર અને ઉત્કૃષ્ટ તબીબી સારવાર આપવાના મિશનનો ભાગ છે.
Last Updated : Mar 5, 2021, 7:07 AM IST