ગુજરાત

gujarat

ETV Bharat / state

નુડાની બેઠક: નગરરચના-2 જાહેર કરીને લોકોને વિસ્તૃત માહિતી આપી જમીન માલિકોની રજૂઆતો સાંભળી - નુડાની બેઠક

નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ (Navsari Urban Development Authority )ઇટાળવા-તીઘરાની નગરરચના- 2 જાહેર કરી જમીન માલિકો સાથે ટીપી સ્કીમના(TP scheme)પ્રભાવિતો સાથેની બેઠક યોજી હતી. 150 હેકટર જમીનમો સમાવેશ કરી ટીપી સ્કીમ 2 જાહેર કરી એના વિકાસ નકશા પણ જાહેર કરવામાં આવ્યા છે.

નુડાની બેઠક: નગરરચના-2 જાહેર કરીને લોકોને વિસ્તૃત માહિતી આપી જમીન માલિકોની રજૂઆતો સાંભળી
નુડાની બેઠક: નગરરચના-2 જાહેર કરીને લોકોને વિસ્તૃત માહિતી આપી જમીન માલિકોની રજૂઆતો સાંભળી

By

Published : Aug 9, 2022, 9:03 PM IST

નવસારીઃ શહેરી વિકાસ સત્તા મંડળ (નુડા) દ્વારા નવસારી-વિજલપોર શહેરમાં (Navsari Urban Development Authority )સમાવિષ્ટ ઇટાળવા-તીઘરાની નગરરચના- 2 જાહેર કરી આજે જમીન માલિકો સાથે જ ટીપી સ્કીમના પ્રભાવિતો સાથેની બેઠક યોજી (Nuda meeting)હતી. જેમાં 150 હેકટરમાં બનેલી નગર રચના 2 મુદ્દે વિસ્તૃત માહિતી આપવા સાથે જ જમીન માલિકોના (TP scheme)વાંધા સૂચનો સાંભળવામાં આવ્યા હતા.

નુડાની બેઠક

આ પણ વાંચોઃTP scheme approval in Gujarat : 4 શહેરોની ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપતા મુખ્યપ્રધાન

ટીપી સ્કીમ 2 જાહેર કરી -શહેર સહિત આસપાસના કુલ 16 ગામડાઓને જોડીને બનેલ નવસારી અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી (નુડા) દ્વારા વિકાસ નકશો સરકારમાંથી મંજૂર કરાવ્યા બાદ નવનિર્મિત નવસારી-વિજલપોર શહેર સંલગ્ન નગરરચના (ટીપી સ્કીમ) જાહેર કરવામાં આવી રહી છે. જેમાં ગત દિવસોમાં ટીપી સ્કીમ 1 અને 3 જાહેર કરવામાં આવી હતી. આજે શહેરમાં ભળેલા ઇટાળવા અને તીઘરા ગામને જોડતી 150 હેકટર જમીનમો સમાવેશ કરી ટીપી સ્કીમ 2 જાહેર કરી એના વિકાસ નકશા પણ જાહેર કરવામાં આવ્યા છે.

ટીપી સ્કીમ 2 શહેરીજનો માટે ઉપયોગી -નવસારી-વિજલપોર શહેરનો વિકાસ હાલ તીઘરા, જમાલપોર અને ઇટાળવા તરફ વેગ પકડી રહ્યો છે. ત્યારે ટીપી સ્કીમ 2 બિલ્ડરો સહિત શહેરીજનો માટે ઘણી ઉપયોગી સાબિત થશે. જોકે જમીન માલિકો તેમજ રહેણાક વિસ્તારોના લોકોના વાંધા સૂચનો આજે ઉપસ્થિત અધિકારીઓએ સાંભળ્યા હતા. જેમાં ટીપી સ્કીમ અંતર્ગત આવતા હળપતિ સહિતના આદિવાસીઓના મોહલ્લા અને ફળિયાઓ પ્રભાવિત થાય અને એમને વિસ્થાપિત કરવામાં આવે, તો જમીનના બદલે જમીન આપવાની માંગ આદિવાસી આગેવાનોએ કરી હતી.

આ પણ વાંચોઃGujarat Assembly 2022: ભ્રષ્ટાચારમાં કેટલાં અધિકારીઓ સામે થયાં કેસ અને કેટલાંની ધરપકડ બાકી? સરકારે વિધાનસભામાં જણાવ્યો આંકડો

જમીનના બદલામાં જમીન જ આપવામાં આવે -નવસારી-વિજલપોર શહેરની નગરરચના 2 જાહેર કરતા જમીન માલિકો સાથેની બેઠકમાં પાલિકાના કોર્પોરેટરો પણ હાજર રહ્યા હતા અને વોર્ડ 13 માં લાગુ થતી ટીપી સ્કીમ 2માં કપાતમાં જતી જમીનો મુદ્દે લોકોના પડખે રહીને વાત કરી હતી. જ્યારે અધિકારીઓએ 150 હેકટર જમીનનું કયા વિભાગમાં કેટલું વર્ગીકરણ કર્યું છે એની વિસ્તૃત માહિતી આપી હતી. જેમાં કુલ જમીનનો 16 ટકા ભાગ રસ્તાઓમાં ઉપયોગમાં લેવાશે. આ સ્કીમમાં વાંધા સૂચનો બાદ સરકારમાં રિપોર્ટ કરાશે અને ત્યારબાદ સ્કીમ ફાઇનલ કરાશે. જ્યારે હળપતિઓને જમીનના બદલામાં જમીન જ આપવામાં આવે એની તકેદારી રાખવાનું આશ્વાસન પણ આપ્યું હતુ.

ABOUT THE AUTHOR

...view details