ચીખલી તાલુકાના ચીમલા ગામે રાત્રિ દરમિયાન કદાવર દીપડો લટાર મારતો સીસીટીવીમાં કેદ થયો નવસારી: ચીખલી તાલુકો અને વાંસદા તાલુકો જંગલ વિસ્તારથી ભરપૂર છે. આ વિસ્તારમાં સમયાંતરે હિંસક પશુઓ ગ્રામ્ય વિસ્તારોમાં કે જાહેર માર્ગો પર લટાર મારતા હોય એવા દ્રશ્યો કેમેરામાં કેદ થતા હોય છે. હાલ તો જંગલોના નિકંદનને કારણે વન્યજીવો પોતાનું અસ્તિત્વ ટકાવવા અને ખોરાકની શોધમાં માનવ વસ્તી તરફ આગળ વધી રહ્યા છે. તેવો જ કિસ્સો નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ચીમલા ગામથી સામે આવ્યો છે.
દીપડાના આટાં-ફેરા: સીમલા ગામમાં આવેલા ઉગમણા ફળિયાના રહેણાંક વિસ્તારમાં રાત્રિ દરમિયાન દીપડો લટાર મારતા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. કદાવર દીપડાના રહેણાંક વિસ્તારમાં અવારનવાર આંટાફેરા વધતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. જેને લઇને સ્થાનિકોમાં આ વિસ્તારમાં તાત્કાલિક પાંજરું ગોઠવી વન વિભાગ દીપડાને પકડવાની કામગીરી હાથ ધરે તેવી આશા રાખી રહ્યા છે. ત્યારે બીજી તરફ સમગ્ર વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વન વિભાગ પણ હરકતમાં આવ્યું છે અને દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવી તજવીજ હાથ ધરી છે.
ચિમલા ગામના સ્થાનિક શંકરભાઈ પટેલ જણાવે છે કે, 'રહેણાંક વિસ્તારમાં દીપડાના આટા ફેરા વતા ગામમાં હાલ ડરનો માહોલ છવાયો છે જેને લઇને વહેલી તકે વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પુરવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.
રહેણાંક વિસ્તારોમાં કેમ આવી રહ્યા છે દીપડાઓ?
- નવસારી જિલ્લાને અડીને આવેલા ડાંગ જિલ્લામાં વિશાળ જંગલ વિસ્તાર હોય પરંતુ પાણી અને ખોરાકના અભાવે ત્યાંથી દીપડા જેવા હિંસક પ્રાણીઓને નવસારીના પૂર્વ પટ્ટીના વિસ્તારો વાંસદા અને ચીખલી જેવા વિસ્તારો તેઓને માફક આવી રહ્યા છે. કારણ કે અહીં ખેડૂતો મોટા પ્રમાણમાં શેરડીની ખેતી કરતા હોય છે. જે દીપડાઓને આશ્રય સ્થાન માટે માફક આવી ગયો છે.
- બીજી તરફ ખેતરોમાં વસતા ભૂંડો અને શેરીઓના રખડતાં શ્વાન તેમ જ પાણી જેવી જરૂરિયાતો અહીંથી ઉપલબ્ધ થતા દીપડાઓ નવસારીના પૂર્વ પટ્ટી વિસ્તારમાં મોટી સંખ્યામાં દીપડાઓ પોતાનું આશ્રય સ્થાન બનાવી રહ્યા છે. જેને લઈને દીપડાઓ અને મનુષ્યનો ઘણીવાર આમનો સામનો પણ થઈ જતો હોય છે. તેથી દીપડાઓ રાત્રિ દરમિયાન માનવ વસ્તી તરફ પણ આવી ચડતા હોય છે અને પાલતુ પશુઓનો શિકાર પણ કરતા હોય છે.
- Leopard caged : માંગરોળ તાલુકામાં દીપડો પાંજરે પુરાયો, સ્થાનિકોને હાશકારો
- Leopard Attack: માંડવી તાલુકામાં મધ્યરાત્રિએ દીપડાએ વાછરડા પર હુમલો કર્યો