ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારીના સ્વામિનારાયણ મંદિરે યોજાયો ભવ્ય અન્નકૂટ, અનેકવિધ વાનગીઓ ધરાઈ - Gujarat News

વર્ષના પ્રારંભે નવસારીના સ્વામિનારાયણ મંદિરે (Swaminarayan Temple) હરિ ભક્તોએ શ્રીહરિને અન્નકૂટ (Annakut) ધરાવી ભગવાનના આશિર્વાદ મેળવ્યા હતા. વર્ષના પ્રથમ દિવસે નવસારીના ઘર દીવડા એવા GPSCના ચેરમેન દિનેશ દાસાએ પણ શ્રી હરિના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભક્તોએ શ્રીહરિની સામે મીઠાઈ, ફરસાણ, ડ્રાયફ્રૂટ, ફળ, કેક, જ્યુસ, મિલ્કશેક, ભોજન સહિતની વિવિધ 350 જેટલી ખાદ્ય સામગ્રી આકર્ષક રીતે ગોઠવી, દર્શનાર્થે આવતા હરિભક્તોના મન મોહી લીધા હતા.

Navsari News
Navsari News

By

Published : Nov 6, 2021, 7:13 AM IST

  • સફેદ આરસથી નિર્મિત સ્વામિનારાયણ મંદિર છે આકર્ષણનું કેન્દ્ર
  • વર્ષ 2078ના પ્રારંભે શ્રી હરિને 300 વિભિન્ન વાનગીઓનો ભોગ ધરાવાયો
  • ગુજરાત જાહેર સેવા આયોગના ચેરમેન દિનેશ દાસાએ પણ ભગવાન સ્વામિનારાયણના કર્યા દર્શન

નવસારી: વર્ષ 2078ના પ્રારંભે નવસારીના પ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિરે (Swaminarayan Temple) હરિ ભક્તોએ શ્રીહરિને અન્નકૂટ (Annakut) ધરાવી ભગવાનના આશિર્વાદ મેળવ્યા હતા. વર્ષના પ્રથમ દિવસે નવસારીના ઘર દીવડા એવા GPSCના ચેરમેન દિનેશ દાસાએ પણ શ્રી હરિના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

નવસારીના શ્રી સ્વામિનારાયણ મંદિરે યોજાયો ભવ્ય અન્નકૂટ

ચોમાસામાં ધરતીમાંથી મળેલા ધાન્ય પ્રથમ શ્રીહરિને અર્પણ

શાસ્ત્રો અનુસાર ચર્તુમાસ એટલે કે ચોમાસા દરમિયાન વરસેલા વરસાદથી ધરતી પર ખેતી દ્વારા લોકોએ જે ધાન્ય ઉગાડ્યુ હોય, એને પ્રથમ ભગવાનને અર્પણ કરવામાં આવે છે. જેને આધારે વર્ષોથી પરંપરાગત રીતે મંદિરોમાં વિવિધ વાનગીઓ ભગવાનને ધરાવી અન્નકૂટ (Annakut) ભરવામાં આવે છે. વર્ષના પ્રારંભે સ્વામિનારાયણ મંદિરે પણ હરિભક્તોએ ભગવાન સ્વામિનારાયણને અન્નકૂટનો ભોગ ધરાવી સમગ્ર વર્ષ દરમિયાન દરેકને પૂરતા પ્રમાણમાં ધાન્ય મળી રહે અને લોકો સુખી અને સમૃદ્ધ બને એવી કામના કરી હતી.

નવસારીના શ્રી સ્વામિનારાયણ મંદિરે યોજાયો ભવ્ય અન્નકૂટ

આ પણ વાંચો: Happy new year: અમદાવાદમાં નવા વર્ષના પ્રથમ દિવસે જ મંદિરોમાં ભક્તો ભગવાનના દર્શનાર્થે ઉમટ્યા

હરિભક્તો સાથે ગણમાન્ય મહાનુભાવોએ શ્રીહરિની આરતી કરી

નવસારીના પ્રવેશદ્વાર ગ્રીડ નજીક આવેલા સફેદ આરસપહાણના પથ્થરોમાંથી શ્રેષ્ઠ કલાકૃતિઓથી અલંકૃત સ્વામિનારાયણ મંદિર (Swaminarayan Temple) માં નવવર્ષનાં આરંભે શ્રી હરિને ભવ્ય અન્નકૂટ (Annakut) ધરાવાયો હતો. વર્ષ 2078ના પ્રથમ દિવસે વહેલી સવારથી જ હરિભક્તો મંદિરે પહોંચ્યા હતા. ભક્તોની સાથે ગુજરાત જાહેર સેવા આયોગના ચેરમેન અને મુળ નવસારીના જ દિનેશ દાસા, નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ, ભાજપ અગ્રણી અશોક ધોરાજીયા સહિતના ગણમાન્ય શ્રીહરિની આરતી કરી, નવ વર્ષના આશિર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.

નવસારીના શ્રી સ્વામિનારાયણ મંદિરે યોજાયો ભવ્ય અન્નકૂટ

આ પણ વાંચો: ભાઇબહેનના નિર્મળ પ્રેમ અને રક્ષાના અભેદ્ય કવચનો તહેવારઃ ભાઈબીજ

કોરોના ગાઈડલાઈનના પાલન સાથે હરિભક્તોએ કર્યા ભગવાનના દર્શન

માર્ચ 2020થી શરૂ થયેલા કોરોના કાળને કારણે મંદિરો પણ મહિનાઓ સુધી બંધ રહ્યા હતા. મોડે મોડે મંદિરોમાં ભગવાનના દ્વાર ખુલ્યા પણ કોરોનાનો ડર યથાવત રહ્યો છે. સફેદ આરસનું ભવ્યાતિભવ્ય મંદિર નિર્માણ પામ્યા બાદ ગ્રીડ સ્વામિનારાયણ મંદિરે પ્રથમ અન્નકૂટ (Annakut) મહોત્સવ યોજાયો છે. જેથી અહીં ભક્તો કોરોના ગાઈડલાઈનનું ચુસ્તતાથી પાલન કરે એનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

નવસારીના શ્રી સ્વામિનારાયણ મંદિરે યોજાયો ભવ્ય અન્નકૂટ

અન્નકૂટમાં 350 વાનગીઓ ભગવાનને ધરાવાઈ

ગ્રીડ સ્વામિનારાયણ મંદિરે (Swaminarayan Temple) નવવર્ષનાં અન્નકૂટ (Annakut) મહોત્સવમાં મંદિરના સંતો સાથે હરિભક્તોએ અથાક મહેનત કરી હતી. ભક્તોએ શ્રીહરિની સામે મીઠાઈ, ફરસાણ, ડ્રાયફ્રૂટ, ફળ, કેક, જ્યુસ, મિલ્કશેક, ભોજન સહિતની વિવિધ 350 જેટલી ખાદ્ય સામગ્રી આકર્ષક રીતે ગોઠવી, દર્શનાર્થે આવતા હરિભક્તોના મન મોહી લીધા હતા.

ABOUT THE AUTHOR

...view details