નવસારી: નવસારી હાઇ-વે પરથી હરિયાણાથી મુંબઇ જઇ રહેલો ટ્રક કન્ટેનર ઉન ગામની નહેર નજીક ઉભો હતો. ત્યારે અચાનક સોમવારે બપોરે તેમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી હતી.
ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલા નવસારી ફાયર બ્રિગેડના જવાનોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ કન્ટેનરમાં ભરેલા સામાનમા આગ પ્રસરી જતા તેને ઓલવવામાં ફાયરના જવાનોને ઘણી મહેનત કરવી પડી હતી.
હાઇ-વે પર ઉભેલા ટ્રક કન્ટેનરમાં લાગી આગ, કોઈ જાનહાની નહી હરિયાણાના બિલાસપુરથી ફ્લિપકાર્ટના ચા, કોફી, તેલ, સેનીટાઇઝર સહિતના સામાનના બોક્સ ભરેલા ટ્રક કન્ટેનર લઇ ચાલક શકીલ મુંબઈના ભીવન્ડી જવા નીકળ્યો હતો. નેશનલ હાઇ-વે નંબર 48 પરથી પસાર થતા નવસારી નજીક ભુખ લાગતા, નવસારી તાલુકાના ઉન ગામની નહેર નજીક ચાની લારીએ ઉભો રહ્યો હતો. જ્યા ચા પીતા હતા, ત્યારે અચાનક ટ્રકની કેબીનમાંથી ધુમાડો ઉઠતા સાથી ટ્રક ચાલકે આગ લાગવાની જાણ કરી હતી.
હાઇ-વે પર ઉભેલા ટ્રક કન્ટેનરમાં લાગી આગ પરંતુ જોત જોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરતા નવસારી પોલીસ તેમજ નવસારી ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ નવસારી ફાયર બ્રિગેડના જવાનો ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયરના જવાનોએ સતત પાણીનો મારો ચલાવી કેબીનમાં લાગેલી આગને ઓલવી નાંખી હતી પણ કેબીન સંપૂર્ણ બળીને ખાક થઇ હતી. જ્યારે આગે કન્ટેનરમાં પણ પ્રસરતા અંદર પૂંઠામાં બોક્સમાં મુકેલી ચા, કોફી, તેલ, સેનેટાઇઝર જેવી વસ્તુઓ પણ આગની ચપેટમાં આવી ગઇ હતી. જેને ઓલવવા માટે ફાયરના જવાનોએ સ્થાનિક યુવાનોની મદદથી આગને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. જેથી કન્ટેનરનો સમાન બહાર કાઢ્યા બાદ અંદાજે 2 કલાકની મહેનત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવાયો હતો. જ્યારે ગ્રામ્ય પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી ભીડ થતી અટકાવી હતી.
ઉલ્લેખનિય છે કે, ઉભેલી ટ્રક કન્ટેનરમાં લાગેલી આગ આકરા તાપમાં શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવામાં આવ્યું હતું.