નવસારી: શહેરમાંથી હત્યા કરી ફેંકી દેવાયેલી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ પ્રકરણમાં પ્રથમ પ્રેમીએ યુવતીને ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી હોવાનું ખુલવા પામ્યું છે. પોલીસે હત્યારા યુવાનની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
પ્રેમનો કરૂણ અંજામ : પ્રેમીકાએ અન્ય સાથે મિત્રતા કરતા પ્રેમીએ મોતને ઘાટ ઉતારી - નવસારીમાં હત્યા થયેલો મૃતદેહ મળ્યો
નવસારીમાંથી હત્યા કરી ફેંકી દેવાયેલી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે હત્યારા યુવાનની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
એક 19 વર્ષીય યુવતીને તેના જ વિસ્તારના સાથે મિત્રતા હતી. બંને વચ્ચેની મિત્રતા પ્રેમ તરફ આગળ વધી હતી. દરમિયાન યુવતીએ અન્ય એક યુવક સાથે મિત્રતા કરતા બંને યુવતી વચ્ચે ઝઘડા થતા રહેતા હતા. બંને વચ્ચે આવેલા અન્ય યુવકને કારણે બંનેેએ અવગણવાનું શરૂ કર્યું હતું.
જે દરમિયાન 31 માર્ચના રોજ યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની નવસારી ગ્રામ્ય પોલીસે તપાસ કરતા 31 માર્ચે બંને મળ્યા હતા અને અવાવરૂ જગ્યા તરફ ચાલતા ગયા હોવાનું વિસ્તારના કેટલાક લોકોએ જણાવ્યુ હતું. આ તકે પોલીસે હત્યારાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.