આપણે અવાર-નવાર સાંભળીએ છીએ કે, સંસ્કૃતિ વારસો લુપ્ત થઈ રહ્યો છે. તે વાસ્તવિકતા છે. પણ તેને બચાવવા માટે આપણે શું કર્યુ? કંઈ નહીં. માત્ર વાતોથી સંસ્કૃતિને બચાવી શકાતી નથી. તેની માટે મથવું પડે છે. સતત પ્રયાસ કરતા રહેવું પડે છે. જેમ નવસારી સોમનાથ મહાદેવ ટ્રસ્ટ છેલ્લા 30 વર્ષથી કરી રહ્યું છે.
આદિવાસી સમાજના 200 વર્ષ જુના પરંપરાગત 'ઘેર નૃત્ય'ની એક ઝલક... - 'ઘેર નૃત્ય'
નવસારીઃ પ્રાચીન સંસ્કૃતિ એ સમાજનો પ્રાણ છે, સમાજની ઓળખ છે. જે આપણને આપણી ધરોહર સાથે જોડે છે. દક્ષિણ ગુજરાતમાં વસતા આદિવાસીઓમાં આ વાત જોવા મળે છે. જેમને 200 વર્ષ જૂનુ ઘેરા નૃત્યને જાળવી રાખ્યું છે. જેને ઘેરૈયા પણ કહેવાય છે. બદલતાં સમયની સાથે ઘેરૈયા લુપ્ત થઈ રહ્યું છે. જેને બચાવવા માટે આદિવાસી લોકો મંડળી બનાવીને તેને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
![આદિવાસી સમાજના 200 વર્ષ જુના પરંપરાગત 'ઘેર નૃત્ય'ની એક ઝલક...](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4938439-thumbnail-3x2-ghera.jpg)
આ ટ્રસ્ટ, લાભપાંચમના દિવસે સ્પર્ધા યોજીને આદિવાસી સમાજની ઓળખ સમા નૃત્યને બચાવવાનો પ્રયાસ કરે છે. જેમાં આદિવાસીઓ ઉત્સાહભેર જોડાઈને પોતાની લોકનૃત્યોની રજૂઆત કરે છે. આ નૃત્ય આસો મહિનામાં પાક ઉતારવાના આનંદમાં દેવ-દેવીઓ સમક્ષ ઘેર નૃત્ય કરવામાં આવે છે. આ ઘેરૈયા નૃત્ય ફક્ત પુરુષો દ્વારા કરવામાં આવે છે. સ્ત્રીનો વેશ પણ પુરુષ જ ધારણ કરે છે. ઘૈરેયા વેશ અર્ધ-નારેશ્વર જેવો હોય છે. ઘેરૈયા નૃત્ય માત્ર શક્તિની આરાધના માટે જ નહી, પણ કોઇના મૃત્યુ સમયે અને બાળક જન્મ સમયે પણ ઘેર ગવડાવવામાં આવે છે.
આ ઘેરૈય નુત્ય કરવા માટે મંડળીના દરેક સભ્યોએ નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. જેમાં બ્રહ્મચર્ય પાલન, માસાહાર ત્યાગ, મંદિરાનું સેવન નહી કરવું. ટુકડીના નાના આદેશોનું પાલન કરવાનું હોય છે. જે બક્ષિસ મળે તે લેવી. સામેથી ક્યારેય માગવી નહીં. ઘેર છોડવામાં આવે અને જે બક્ષિસ એકત્ર થાય તે ગામના દેવસ્થાન માટે અથવા તો ગામના સાર્વજનિક કામ માટે વાપરવામાં આવે છે.