ગુજરાત

gujarat

ETV Bharat / state

દેવધા ડેમમાં નાહવા પડેલા 15 વર્ષીય તરૂણનું ડૂબી જતા મોત

બીલીમોરાના બાંગીયા ફળિયામાં રહેતો ૧૫ વર્ષીય સુમિત કુકણા આજે બપોરે પોતાના મિત્રો સાથે નજીકમાં આવેલા દેવધા ડેમ પર ફરવા ગયો હતો. જ્યાં કાળઝાળ ગરમીથી રાહત મેળવવા સુમિત મિત્રો સાથે ડેમમાં નાહવા પડ્યો હતો. પરંતુ અકસ્માતે સુમિત ડેમના ઉંડાણમાં ગરકાવ થતા તેણે બચાવવા માટે બૂમો પાડી હતી. પરંતુ મિત્રો પણ તેને બચાવવામાં અસમર્થ હતા. જેથી તેમણે નજીકના લોકોને જાણ કરી હતી.

દેવધા ડેમમાં નાહવા પડેલા 15 વર્ષીય તરૂણનું ડૂબી જતા મોત
દેવધા ડેમમાં નાહવા પડેલા 15 વર્ષીય તરૂણનું ડૂબી જતા મોત

By

Published : May 31, 2021, 2:11 PM IST

  • બીલીમોરાનો તરૂણ ચાર મિત્રો સાથે દેવધા ડેમમાં નાહવા પડ્યો હતો
  • તરૂણ ડેમમાં ડૂબતા બીલીમોરા ફાયર અને સ્થાનિક તરવૈયાઓએ કરી શોધખોળ
  • ત્રણ કલાકની જહેમત બાદ તરૂણનો મૃતદેહ શોધી કઢાયો

નવસારી: કાળઝાળ પડતી ગરમીમાં આજે બપોરે બીલીમોરાનો 15 વર્ષીય તરૂણ પોતાના મિત્રો સાથે નજીકના દેવધા ડેમમાં ફરવા ગયો હતો અને ત્યાં મિત્રોના નાહવા પડ્યા હતા. અકસ્માતે ડેમમાં ડુબતા તરૂણને સ્થાનિક તરવૈયાઓ અને બીલીમોરાના લાશ્કરોએ ઘટના સ્થળે પહોંચી ત્રણ કલાકની જહેમત બાદ મૃતક તરૂણનો મૃતદેહ શોધી કઢાયો હતો. તરૂણના મોતથી મજૂર પરિવારમાં શોકની કાલિમા છવાઈ હતી.

આ પણ વાંચો:બેડી નદીમાં નાહવા પડેલા યુવકનું ડૂબી જવાથી મૃત્યું

મજુર પરિવારે મોટો દીકરો ખોતા શોકની કાલિમા છવાઇ

બીલીમોરાના બાંગીયા ફળિયામાં રહેતો ૧૫ વર્ષીય સુમિત કુકણા આજે બપોરે પોતાના મિત્રો સાથે નજીકમાં આવેલા દેવધા ડેમ પર ફરવા ગયો હતો. જ્યાં કાળઝાળ ગરમીથી રાહત મેળવવા સુમિત મિત્રો સાથે ડેમમાં નાહવા પડ્યો હતો. પરંતુ અકસ્માતે સુમિત ડેમના ઉંડાણમાં ગરકાવ થતા, તેણે બચાવવા માટે બૂમો પાડી હતી. પરંતુ મિત્રો પણ તેને બચાવવામાં અસમર્થ હતા. જેથી તેમણે નજીકના લોકોને જાણ કરી હતી.

દેવધા ડેમમાં નાહવા પડેલા 15 વર્ષીય તરૂણનું ડૂબી જતા મોત

તરવૈયાઓએ ડેમમાં ગરકાવ થયેલા સુમિત કુકણાને શોધવા પ્રયાસો હાથ ધર્યા

ઘટનાને પગલે સ્થાનિક તરવૈયાઓ દોડી આવ્યા હતા અને બીલીમોરા ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. દરમિયાન બીલીમોરા ફાયરના લશ્કરો અને સ્થાનિક તરવૈયાઓએ ડેમમાં ગરકાવ થયેલા સુમિત કુકણાને શોધવા પ્રયાસો હાથ ધર્યા હતા. જેમાં ત્રણ કલાકની જહેમત બાદ મૃતક સુમિતનો મૃતદેહ ડેમના ઉંડાણમાંથી મળી આવ્યો હતો. સમગ્ર મુદ્દે બીલીમોરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:ભાવનગરના વરતેજ ગામના બાળકોનું તળાવમાં ડૂબી જતા મોત

મજુર પરિવારનો મોટો દીકરો હતો સુમિત

ગણદેવીના દેવધા ડેમમાં નહાતી વખતે અકસ્માતે ડૂબી ગયેલા સુમિતના પિતા ભરતભાઈ મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. સુમિત પરિવારનો મોટો દીકરો હતો. જેનું અકસ્માતે મોત થતા પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતુ.

ABOUT THE AUTHOR

...view details