800 શિક્ષકોએ 'વોટ ફોર નવસારી'નો નજારો બનાવ્યો, જૂઓ વીડિયો
નવસારીઃ દેશના ભાવિનું નિર્માણ અને આધારસ્તંભ ગણાતા શિક્ષકોએ જિલ્લાવાસીઓને વધુ એક લોક જાગૃતિનો પાઠ ભણાવ્યો છે. શહેરના 800 જેટલા શિક્ષકોએ ગુજરાત રાજ્યનો નકશો અને ૨૩ એપ્રિલ વોટ ફોર નવસારીનો નજારો બનાવ્યો હતો. જેના આકાશી દર્શ્યો અતિ સુંદર દ્રશ્યમાન થયા હતા.
વોટ ફોર નવસારી
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા કલેક્ટર અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યુ હતું. ખાસ કરીને, મતદાન જાગૃતિ માટે આ એક અનોખો પ્રયોગ બની રહ્યો હતો. આ નકશામાં ઉભેલા તમામ શિક્ષકોએ મોબાઈલ લાઈટની મદદથી રળીયામણું ચિત્ર બનાવીને સૌને ખુશ કરી દીધા હતા.