નવસારી: સુરત રેન્જમાં 4 મહિના અગાઉ દારૂની બદી રોકવા ચલાવાયેલી આંતર જિલ્લા ડ્રાઇવમાં જલાલપોર તાલુકાના મરોલી ગામેથી વિદેશી દારૂ (Alcohol Caught in Maroli) ઝડપાયો હતો. જેમાં પોલીસ મથકના ASI સહિત 7 પોલીસ કર્મીઓ બુટલેગરને સંપર્કમાં હોવાનું ધ્યાને આવતા જ સુરત રેન્જ IGના આદેશથી જિલ્લા પોલીસ વડાએ સાતેય પોલીસ કર્મીઓને સસ્પેન્ડ (Policemen Suspended in Navsari) કરતા ખળભળાટ મચી જવા પામી છે.
મરોલી ગામમાં વિદેશી દારૂ પકડ્યો
નવસારી જિલ્લામાં લાખોની માત્રામાં વિદેશી દારૂ (Alcohol in Navsari) ઠલવાય છે. જિલ્લા દારૂની બદીને રોકવા સુરત રેન્જ IG દ્વારા ઓક્ટોબર મહિનામાં આંતર જિલ્લા ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. જેમાં સુરત પોલીસે નવસારીના મરોલી પોલીસ મથક વિસ્તારમાં મરોલી ગામના બુટલેગર મુકેશ ખટીકને ત્યાં દરોડા પાડી, 11થી 12 હજાર રૂપિયાનો વિદેશી દારૂ પકડ્યો અને બુટલેગર મુકેશની ધરપકડ પણ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃAlcohol Case in Junagadh : દૂધની આડમાં ઘુસાડવામાં આવતો 276 પેટી દારૂ જુનાગઢ પોલીસે કર્યો જપ્ત
બુટલેગરના મોબાઇલમાંથી પોલીસ કર્મીઓના મળ્યા મોબાઈલ નંબર
મરોલી પોલીસ મથકના પોલીસ કર્મીઓ સામે રેન્જ IGએ તપાસના આદેશ આપ્યા હતા. જેમાં બુટલેગર મુકેશ ખટીકના મોબાઈલ ફોનમાંથી મરોલી પોલીસ મથકના ASI સીતારામ ભોયે સહિત 7 પોલીસ કર્મીઓના મોબાઈલ નંબર મળી આવ્યા હતા. સુરત રેન્જ IG રાજકુમાર પાંડિયને સાતેય પોલીસ કર્મીઓને ફરજમાં બેદરકારી દાખવવા બદલ ફરજ મોકૂફીનો આદેશ કર્યો હતો. જેને આધારે નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા આજે મરોલી પોલીસ મથકના સાતેય પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા હતા.
સસ્પેન્ડ કરાયેલા મરોલીના પોલીસ કર્મીઓ