ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 7.77 લાખ મતદારો મતદાન કરશે - District and Taluka Panchayat elections in Gujarat

નવસારી જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં કુલ 5,394 પોલીંગ સ્ટાફની નિયુક્તિ કરવામાં આવી છે. 28, ફેબ્રુઅરીએ યોજાનારી નવસારી જિલ્લા પંચાયત અને જિલ્લાની 6 તાલુકા પંચાયતોની ચૂંટણીને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે ત્યારે જિલ્લા ચૂંટણી તંત્રએ પણ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે.

નવસારી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 7.77 લાખ મતદારો મતદાન કરશે
નવસારી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 7.77 લાખ મતદારો મતદાન કરશે

By

Published : Feb 25, 2021, 11:08 AM IST

Updated : Feb 25, 2021, 1:00 PM IST

  • જિલ્લા પંચાયતની 30 બેઠકો પર કુલ 73 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં
  • જિલ્લાની 6 તાલુકા પંચાયતોની કુલ 132 બેઠકો પર 295 ઉમેદવારો વચ્ચે જંગ
  • 30 બેઠકો માંટે 899 મતદાન મથકોમાં 2064 EVM ફાળવાયા

નવસારી:28 ફેબ્રુઅરીએ યોજાનારી નવસારી જિલ્લા પંચાયત અને જિલ્લાની 6 તાલુકા પંચાયતોની ચૂંટણીને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે ત્યારે જિલ્લા ચૂંટણી તંત્રએ પણ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. નવસારી જિલ્લા પંચાયતની 30 બેઠકો અને 6 તાલુકા પંચાયતોની 132 બેઠકો માટે કુલ 7.77 લાખ મતદારો કોરોના ગાઇડલાઇન સાથે જિલ્લાના 899 મતદાન મથકો પર 2064 EVMમાં ઉમેદવારોનું ભવિષ્ય સીલ કરશે.

જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં કુલ 5,394 પોલીંગ સ્ટાફની નિયુક્તિ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નવસારી જિલ્લા પંચાયતની 30 બેઠકો માટે 28 ફેબ્રુઆરીએ સત્તાનો સંગ્રામ ખેલાશે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને અન્ય ઉમેદવારો મળી કુલ 73 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. જયારે ઉમેદવારોમાંથી કોને પંચાયત સભ્ય બનાવાવો, એ જિલ્લાના 3,87,718 પુરૂષ, 3,89,347 મહિલા અને 9 અન્ય મતદારો મળીને કુલ 7,77,074 મતદારો 899 મતદાન મથકો પરથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી નક્કી કરશે.

19 મથકોને સંવેદનશીલ જાહેર

જિલ્લા ચૂંટણી19 મથકોને સંવેદનશીલ જાહેર તંત્ર દ્વારા તમામ 899 મતદાન મથકોમાંથી 119 મથકોને સંવેદનશીલ જાહેર કર્યા છે. જયારે મતદાન મથકોમાં 5,394 પોલીંગ સ્ટાફ સાથે BU 1032 અને CU 1032 મળી કુલ 2064 EVMને ફાળવવામાં આવ્યા છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના ન બને એ હેતુથી જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પોલીસ અધિકારી, પોલીસ જવાનો, હોમ ગાર્ડસ અને GRD જવાનો મળી કુલ 1,798 પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

નવસારી જિલ્લા પંચાયત ચુંટણીની આંકડાકિય માહિતી

જિલ્લા પંચાયતની બેઠકો 30
પુરૂષ 3,87,718
મહિલા 3,89,347
અન્ય 09
કુલ 7,77,074
મતદાન 899
સંવેદનશીલ 119

જિલ્લાની 6 તાલુકા પંચાયતોમાં 7.77 લાખ મતદારો 295 ઉમેદવારો માટે કરશે મતદાન

જિલ્લાની 6 તાલુકા પંચાયતોની ચૂંટણીમાં નવસારીની 16, જલાલપોરની 20, ગણદેવીની 24, ચીખલીની 28, ખેરગામની 16 અને વાંસદાની 28 બેઠકો મળી કુલ 132 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ, BTP અને અપક્ષ ઉમેદવારો મળીને કુલ 295 ઉમેદવારો ચૂંટણી જંગ ખેલી રહ્યા છે. જેમાં 6 તાલુકા પંચાયતોમાં કુલ 7.77 લાખ મતદારો નોંધાયા છે. જેમાં સૌથી વધુ મતદારો ચીખલી તાલુકા પંચાયતમાં 2,00,815 મતદારો અને સૌથી ઓછા મતદારો ખેરગામ તાલુકા પંચાયતમાં ૫૨૧૫૨ મતદારો નોંધાયા છે. જેઓ આગામી 28 ફેબ્રુઆરીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ભાવી તાલુકા પંચાયત સભ્યને ચુંટશે.

નવસારી તાલુકા પંચાયત ચુંટણીની આંકડાકિય માહિતી

તાલુકા પંચાયત કુલ બેઠકો મપુરૂષ તદારો મહિલા મતદારો અન્ય મતદારો કુલ મતદારો મતદાન મથકો સંવેદનશીલ મતદાન મથકો
નવસારી 16 36,868 37,321 03 74,192 92 13
જલાલપોર 20 60,364 60,009 04 1,20,377 139 21
ગણદેવી 24 74,572 73,138 02 1,47,712 174 14
ચીખલી 28 1,00,481 1,00,334 00 2,00,815 221 18
ખેરગામ 16 25,877 26,275 00 52,152 64 14
વાંસદા 28 89,556 92,270 00 1,81,826 209 39
કુલ 132 3,87,718 3,89,347 09 7,77,074 899 119
Last Updated : Feb 25, 2021, 1:00 PM IST

ABOUT THE AUTHOR

...view details