ગુજરાત

gujarat

ETV Bharat / state

Navsari News: નવસારી વિજલપુર નગરપાલિકાનું 577.77 કરોડનું બજેટ સર્વાનુમતે થયું મંજુર - budget of Navsari Vijalpur Municipality

રાજયની શ્રેષ્ઠ નવસારી વિજલપોર નગર પાલિકાનું આજે વિકાસશીલ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. નવસારી વિજલપોર નગર પાલિકાનાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અશ્વિનભાઈ કાસુન્દ્રાએ 2023-24ના વર્ષનું 577. 77 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરતા સામાન્ય સભાએ મંજૂરી આપી હતી.

Navsari News: નવસારી વિજલપુર નગરપાલિકાનું 577.77 કરોડનું બજેટ સર્વાનુમતે થયું મંજુર
Navsari News: નવસારી વિજલપુર નગરપાલિકાનું 577.77 કરોડનું બજેટ સર્વાનુમતે થયું મંજુર

By

Published : Apr 2, 2023, 2:20 PM IST

Navsari News: નવસારી વિજલપુર નગરપાલિકાનું 577.77 કરોડનું બજેટ સર્વાનુમતે મંજુર

નવસારીઃવિજલપોર નગર પાલિકાના બજેટમાં આ વર્ષે પાલિકાના મહત્વના કામોમાં 85 કરોડ પ્રધાનમંત્રી આવાસ માટે ફાળવવામાં આવ્યા છે. નવસારી શહેરના છાપરા રોડને પહોળો કરવા 12 કરોડની ફાળવણી કરવામાં આવ્યા છે. છાપરા ચાર રસ્તાથી દુધિયા તળાવ સુધીનો માર્ગ ચાર માર્ગીય કરવા સાથે વિરાવાળથી ટાટા સ્કૂલ સુધીનો માર્ગ પણ પહોળો કરવાનું આયોજન કર્યુ છે. નવસારી વિજલપોર નગરપાલિકા માટે વરસાદી પાણીની ભૂગર્ભ યોજના સાથે પીવાના પાણીની યોજના ઝોન બનાવી પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃSmart City Project: નગરજનો માટે આકાર લઈ રહ્યા છે 580 કરોડના આ મહત્વના પ્રોજેકટ

ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે બ્રિજઃ પાલિકાને ઈ-ગવર્નન્સ હેઠળ સાંકળી લઇ નવસારીને સ્માર્ટ સિટી બનાવવા માટે પણ પાલિકા આયોજનબદ્ધ કામ કરશે. શહેરમાં વધુ બે તળાવોને બ્યુટી ફિકેશન કરવામાં આવશે. બજેટમાં શહેરની ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે શહેરના મુખ્ય રસ્તા પર બે ફલાઈ ઓવર બ્રિજ બનાવવા સાથે વિકાસશીલ કામોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ બજેટને નગરસેવકોએ આવકાર્યું છે. જયારે પાલિકાના ઉપદંડક વિજય રાઠોડે પાલિકા સંચાલિત શાળાઓમાં સમયે નોટબુક વિતરણ કરવા સૂચન કરવામાં આવ્યું હતું અને પાલિકામાં એકમાત્ર વિપક્ષી સભ્ય તેજલ રાઠોડે સમગ્ર બજેટનો વિરોધ કર્યો હતો.

આ પણ વાંચોઃRahul Gandhi defamation case: રાહુલ ગાંધી માનહાનિ કેસ મામલે દિલ્હીથી વકીલોની ટીમ આવતીકાલે સુરતમાં

બેલેન્સિંગ બજેટ બનાવ્યુંઃ નવસારી વિજલપોર પાલિકાના પ્રમુખ જીગીશા જોડે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ગયા વર્ષના બજેટ કરતાં અમે ગયા વર્ષ કરતાં આ વર્ષનું બજેટ 150 કરોડ રૂપિયા ઓછું બજેટ છે કારણ કે, ગયા વર્ષના પ્રોજેક્ટ કરતા આ વર્ષના પ્રોજેક્ટની કોસ્ટિંગ નીચી હોય જેથી બજેટ વાસ્તવિકતા ધોરણે લાવી 577.77 કરોડનું બન્યું છે. આ વર્ષના બજેટમાં અમે મોટું કામ પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ફાળવ્યું છે, જે 85 કરોડ રૂપિયાનું છે જેમાં ટીપી રસ્તા ઉપર અથવા તો જાહેર રસ્તા ઉપર દબાણ કરતાં જે ઝૂંપડાઓ છે તે દબાણો દૂર કરી એ એ તમામને આવાસ યોજના હેઠળ સમાવી લેવામાં આવશે. આમ અમે સર્વાંગી વિકાસ કરીને અમે બેલેન્સિંગ બજેટ બનાવ્યું છે જેનો અમને આનંદ છે.

ABOUT THE AUTHOR

...view details